ટૅરો કાર્ડ્સ


સ્ટાર

સ્ટાર એવું ટેરો કાર્ડ છે જે પુનઃ ખાતરીનું સૂચક છે. માણસ હંમેશા તારાઓથી ભરેલા આકાશ તરફ નજર કરે છે અને તેના દિલમાં એવી આસ્થા મજબૂત બને છે કે કોઈક એવી શક્તિ છે જે બધું હેમખેમ હોવાની ખાતરી આપે છે. આ સિતારાઓ આપણે ઉષ્મા, તેજ અને સૌંદર્યની વચ્ચે હોવાનો સંકેત આપે છે. સારા દિવસો જરૂર આવશે અને આપણે જે કંઈપણ કરી રહ્યા છીએ તે મહેનતનું ફળ જરૂર મળશે. સિતારાઓ આશા આકાંક્ષાઓનું પણ પ્રતીક છે અને આપણને આકાશ આંબવાનો પ્રયત્ન ચાલુ રાખી પોતાની જાતને તમામ નિયંત્રણોથી મુક્ત કરવાનું જણાવે છે. તે પ્રેમ અને આશાનો સંકેત આપે છે, અને તે આપણને આગળ વધતા રહી પ્રયત્નો ચાલુ રાખવા જણાવે છે એને તે મહેનતનું ફળ તમને જરૂર મળશે એવી બાંહેધરી આપે છે. જો કે, એક વાત યાદ રાખવી જરૂરી છે કે, માત્ર કાર્ડથી કોઈ જાદુ નથી થતું; એ તો માત્ર આપણે ઈચ્છિત દિશામાં આગળ જતા હોઈએ ત્યારે માર્ગદર્શનની જ ખાતરી આપે છે. તેનું અનંત માર્ગદર્શન આપણને મળતું રહેશે એવી ખાતરી તે આપી શકે છે અને આપણે તેનાથી આશ્વાસન લઈ શકીએ છીએ.આ કાર્ડ, ખરાબ તબક્કાનો અંત અને તાજગી તેમ જ હળવાશભર્યા તબક્કાના પ્રારંભનો સંકેત આપે છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.