For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


હાઈ પ્રિસ્ટેસ

હાઈ પ્રિસ્ટેસનું ટેરો કાર્ડ નિર્મળતા, સમજદારી અને જ્ઞાનનો સંદેશ આપે છે. તે સૂચવે છે કે આપણે પોતાના જ્ઞાન અંગે કોઈ આશંકા ન હોવી જોઈએ, કારણ કે આપણે અજાણ્યા પરિબળો સાથે સંપર્કમાં છીએ, જે આપણા અર્ધજાગૃત મનના વિચારોને માર્ગદર્શન આપે છે. આપણે જે સહજ છે તેનાથી એક ડગલું આગળનું વિચારવા માટે પ્રેરાઈએ છીએ અને આપણી અંતઃસ્ફુરણાને એવી રીતે વિકસાવીએ કે તે આપણા માટે તે દિશાદર્શક બની જાય અને માત્ર નસીબના જોરે હવામાં તીર ન મારીએ. હાઈ પ્રિસ્ટેસ આપણા અચેતન મનનો હવાલો સંભાળે છે અને આપણા વ્યક્તિત્વની રહસ્યમય છતા જ્ઞાનપૂર્ણ બાજુનો પણ નિર્દેશ કરે છે. આ મહાન શક્તિની સાથે સાથે મોટી જવાબદારી પણ આવે છે કે આપણે એ જ્ઞાનનો આપણા લાભ માટે ઉપયોગ કરીને પોતાની માનસિક જાગરૂકતામાં વધારો કરી શકીએ. આપણે પ્રકૃતિ અને વિજ્ઞાનના જ્ઞાનની જેમ જ ફિલસૂફી અને આધ્યાત્મિકતાની કામગીરી અંગે પણ જાગરૂકતા કેળવવાની જરૂર છે. વધારે સારો સમયગાળો આપણી રાહ જોઈ રહ્યો છે, તેથી કામમાં આપણે વિવિધ પરિબળોનો ખ્યાલ રાખીએ અને ધૈર્યપૂર્વક રાહ જોઈએ તે આપણી ફરજ છે. આપણે મનમાં ધ્યેયો નિર્ધારિત કરીએ છીએ પછી જ્યાં સુધી આપણે તેને વિકસાવીએ નહીં ત્યાં સુધી તેને હાંસલ કરવા માટે સક્રિય ન થવાની સલાહ અપાય છે આ દરમ્યાન તે તેની ચરમસીમાએ પહોંચી જાય છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.