For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


મૂન

મૂન (ચંદ્ર)નું ટેરો કાર્ડ આપણી અંતઃસ્ફુરણાની તાકાતને પ્રોત્સાહન આપે છે. કોઈપણ પ્રવાસની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ એક કામચલાઉ માર્ગ નક્કી કરીએ છીએ અને ચંદ્રનો પ્રકાશ આપણને સાચો માર્ગ દેખાડે છે. આ કાર્ડની સાચી શક્તિનો ઉપયોગ કરવાની યુક્તિ એ છે કે આપણે જીવનમાં ક્યાં પહોંચવું છે તે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ, જેથી માર્ગમાં આવતી કોઈપણ અસરો આપણને વિચલિત ન કરી શકે. આપણે પોતાની અંતઃસ્ફુરણાને વધુ જાગૃત કરવા માટે સારો પ્રયત્ન કરીશું; તેનાથી બાહ્ય માર્ગદર્શન પર આપણે ઓછો મદાર રાખવો પડશે કારણ કે આપણી અંતઃસ્ફુરણા જ આપણી માર્ગદર્શક બની જાય છે. આ કાર્ડ આપણા નિર્ણયને અસર પહોંચાડતી બાહ્ય અસરો સામે આપણને ચેતવે છે. આ બાહ્ય પરિબળોમાં પ્રિયજનો અથવા દ્વિધાભર્યા વિચારો અથવા આરામદાયક અને સુખસગવડભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની અનિચ્છા અથવા અજાણ્યો ડર, કંઈપણ હોઈ શકે છે. આપણી આંતરિક બુદ્ધિ આ દરેકને કાબુમાં લેવાનું અને તેમની પ્રાથમિકતા નક્કી કરવાનું શીખવશે, જેથી કોઈપણ સંજોગો માટે આપણે તૈયાર રહીએ. આપણે જે પણ ઈચ્છીએ તે આપણી પાસે હોઈ શકે છે, જેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેનાથી આપણે નક્કી કરેલા માર્ગ પરથી ભટકી જઈએ તેવી પણ શક્યતા રહે છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.