For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ધ મેજિશિયન

મેજિશિયનનું કાર્ડ આપણી આસપાસ બનતી દરેક ઘટના પર પૂરેપૂરા અંકુશ સાથે આપણી પાસેના દરેક સ્ત્રોતનો ઉપયોગ કરવાનું સામર્થ્ય બક્ષે છે. એક વાત જાણવી જરૂરી છે કે આપણે ક્યારેય આપણા સંજોગોથી બચી શકવાના નથી, અને આપણી પાસે જે કંઈ છે તેમાં આખી જીંદગી વિતી શકવાની નથી. આ આપણી અંદરની શક્તિઓ અને આપણામાં રહેલા અમાપ સામર્થ્ય તરફ પોતાની આંખો ખોલવા માટેનો એક પ્રયત્ન છે.આપણામાં અમર્યાદિત શક્તિ ભરેલી છે, અને આ કાર્ડ આપણને એ સમજવાની ક્ષમતા આપે છે કે આપણી જરૂરિયાત પ્રમાણે આપણી ઊર્જાનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ આપણા જ હાથની વાત છે. આપણે આપણી અંદર રહેલી શક્તિઓને ઓળખીને તેનો લાભદાયી હેતુઓ માટે ઉપયોગ કરવાનો છે. મેજિશિયન આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયનો સંકેત આપે છે, અને આપણે શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. માત્ર આત્મબળથી આપણે ચમત્કારો સર્જી શકીએ છીએ, જે ખરેખર જાદુ સમાન જ લાગે છે. મેજિશિયનનું કાર્ડ, આપણને પોતાની અંદર રહેલી શક્તિઓ સાથે સજ્જ થવાનું અને તેને આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ તે પામવા માટેના પ્રયત્નો તરફ વાળવાની પ્રેરણા આપે છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.