ટૅરો કાર્ડ્સ


લવર્સ

લવર્સનું ટેરો કાર્ડ પ્રેમ, આવેશ અને વિશ્વાસનું પ્રતીક છે; તે સામાન્યપણે નવા સંબંધ તરફ આપણને ઈશારો કરે છે. તેનાથી માત્ર પ્રણય સંબંધોનો જ સંકેત નથી મળતો પરંતુ, મિત્રો અને પરિવાર સાથેના સંબંધોનો પણ સંકેત મળે છે. આ કાર્ડ ભારપૂર્વક દર્શાવે છે કે આપણે આપણા આપ્તજનો માટે થોડો સમય કાઢવો જોઈએ અને તેમનામાં વિશ્વાસ, આદર, સુમેળ તેમ જ પ્રતિબદ્ધતાનો ભાવ પૂરવો જોઈએ.કોઈપણ સંબંધોમાં ખૂબ ઊંડા ઉતરવાથી આપણે પોતાની જાતને રોકીએ છીએ, કારણ કે આપણને તે સંબંધો પ્રત્યે પ્રતિબધ્ધ થવાનો અને વચનો પાળવાનો ડર લાગે છે. લવર્સનું કાર્ડ સૂચવે છે કે પ્રેમ જાળવી રાખવા માટે માત્ર પ્રેમનો આવેશ પર્યાપ્ત નથી, અને સંબંધો ખરેખર ત્યારે જ ખીલી ઉઠે છે જ્યારે તેમાં પરસ્પર આદર અને એકબીજાને પૂરતો અવકાશ આપવામાં આવે. જ્યારે બંને પાત્રો એકબીજાની સુક્ષ્મ અભિવ્યક્તિઓને પણ સારી રીતે સમજી શકે ત્યારે તેમને કોઈ અવરોધો કે નિયંત્રણો નડતા નથી અને પોતાની વાસ્તવિકતા દર્શાવી શકે છે. આ કાર્ડ સંપૂર્ણ વિશ્વાસની સ્થિતિ દર્શાવે છે જ્યાં આપણે માત્ર પ્રેમને ખાતર બધું બાજુએ મુકીને વધારે અનુકૂળતા અનુભવી શકીએ છીએ. આ કાર્ડ પારસ્પરિક નૈતિક દ્વિધાનો પણ સંકેત આપે છે, જ્યાં આપણે દિલની ઈચ્છા અને દિમાગની સલાહમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે; અહીં આપણા વ્યક્તિગત નૈતિક આચરણના ધોરણની પણ કસોટી થાય છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.