For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


જસ્ટિસ

જસ્ટિસ (ન્યાય)નું કાર્ડ આપણને અંતરાત્માના અવાજનો સંકેત આપે છે. તે સૂચવે છે તે સત્ય કહેવું જરૂરી છે,અને આપણા જીવનમાં જે ચોક્કસ બાબતો પર આપણે ધ્યાન આપવાની જરૂર છે તેને અવગણવાનું બંધ કરવું જોઈએ.આપણા કૃત્યો માટે આપણે જ જવાબદાર છીએ,અને આપણે ભૂતકાળમાં જે કંઈ કર્યું તેમ જ હાલમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં આપણે પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપ્યું છે તે નહીં તેના પર એક નજર દોડાવવી જરૂરી છે.આ કાર્ડ જણાવે છે કે, આપણે જીવનમાં આવતા કોઈપણ પ્રશ્નો સામે આંખ આડા કાન ન કરવા જોઈએ અન્યથા આ જ પ્રશ્નો કસમયે ઊભા થઈને આપણને ભયભીત કરી શકે છે.આપણે ધીરજ અને સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ, અને જીવનમાં ખૂટતી કડીઓ શોધીને તેને યથા સ્થાને ગોઠવવા માટે આત્મ-વિશ્લેષણ કરવું જોઈએ. ત્રાજવાનું ચિહ્ન ઘણું વાસ્તવિક છે; તે સુચવે છે કે આપણાં જીવનમાં ક્યાંક અસમતુલન છે જેને શોધીને આપણે ઠીક કરવાની જરૂર છે. આપણે શું કરવું યોગ્ય છે તે અંગે સ્પષ્ટ થવાની જરૂર છે, અને આ ધ્યાન રાખવાથી ઘણા સારા ફળ પણ મળે છે. જસ્ટિસનો અર્થ કોઈપણ ગુંચવાડામાંથી મુક્તિનો પણ સંકેત મળે છે, અને અંતે જો સત્ય કદાચ કડવું પણ હોય તો પણ સત્યના ખુલાસા બાદ રાત્રે તો આપણે શાંતિથી ઉંઘી જ શકીએ છીએ. આ કાર્ડ બધું જ યોગ્ય હોવાની ખાતરી આપે છે જેથી, આપણે હતાશ થઈને આશા છોડવી ન જોઈએ, અને જે કંઈ કરવાની જરૂર હોય તે કામ કરવું જોઈએ. ભૂતકાળ પર નજર કરવાથી આપણને માલુમ પડે છે કે આ ઘટનાઓએ કેવી રીતે આપણા જીવનને આકાર આપ્યો છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.