For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


જજમેન્ટ

જજમેન્ટનું કાર્ડ આપણને કોઈપણ વિકલ્પમાંથી પસંદગીમાં મદદ કરે છે. આપણે પોતાના અંતરના અવાજને સાંભળવાની અને પોતાની જાત પ્રત્યે પ્રમાણિક થવાની જરૂર છે, જેથી આપણે કોઈપણ આશંકાઓ અને અનુમાનની સ્થિતિમાંથી બહાર આવી શકીએ છીએ. આ કાર્ડ આપણા જીવનમાં કોઈપણ પ્રકારે પરિવર્તન લાવે છે અને આપણને કોઈપણ નિર્ણય લેવામાં ખૂબ જ શક્તિ પૂરી પાડે છે. આપણે જ્યારે જ્ઞાન સ્વીકારવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે માણસ તરીકે પોતાના વિકાસની તકો ગુમાવી બેસીએ છીએ. ક્યારેક આત્મસંતુષ્ટિના કારણે તો ક્યારેક ગુરૂતાગ્રંથિના પ્રભાવમાં આવું બનતું હોય છે.આપણે તે સમયે આપણી નિષ્ફળતાઓનું વિશ્લેષણ કરવાની જરૂર હોય છે અને જ્ઞાન તેમ જ સારી જગરૂકતા સાથે એ ગ્રંથિમાંથી છૂટકારો મેળવવો જરૂરી છે. આપણે આપણું મૂલ્ય ન ગુમાવી દઈએ તે અંગે કાળજી રાખવી જરૂરી છે, બલ્કે આપણે પરિસ્થિતિમાંથી બોધપાઠ શીખવો જોઈએ. આ કાર્ડ એવો સંકેત આપે છે કે આપણો ભૂતકાળ વીતી ગયો છે અને આપણે અગાઉ કરેલી ભૂલોમાંથી જે કંઈ શીખ્યા તેને કામે લગાડવાનો હવે સમય આવી ગયો છે. સાથે સાથે, કરો યા મરોની પરિસ્થિતિ આવે ત્યારે આપણે બુધ્ધિપૂર્વક સાચો માર્ગ પસંદ કરવાની આપણામાં હિંમત આવે તે માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.