For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


હીરોફેન્ટ

હીરોફેન્ટ કાર્ડ ધર્મ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે. તે આપણને ખૂબ જ પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન મેળવવાનું કહે છે, જે જ્ઞાન ધાર્મિક છતાં એવી રીતે મેળવવું કે આપણે જે લોકોની સાથે સંપર્કમાં રહેતા હોઈએ તેમને અનુકૂળતા રહે. સંસ્કૃતિ અને પરંપરાની મર્યાદામાં રહેવું મહત્વનું છે તો સાથે સાથે સમયાંતરે આપણી માન્યતાઓની પધ્ધતિનું પરીક્ષણ કરવું પણ જરૂરી છે, અને તેમાં ક્ષતિ સાબિત થાય તો તેને સ્વીકારવી પણ જરૂરી છે. આ કાર્ડ આપણને પ્રેમ અને આધ્યાત્મિક બાબતોથી સદાય આપણે ઘેરાયેલા હોવાનું દર્શાવે છે અને એમ પણ જણાવે છે કે સ્વર્ગના દ્વાર આપણાથી ખૂબ જ નજીક છે. હીરોફન્ટ સમાજમાં રહીને શીખવાની અને મૂલ્યો તેમજ નૈતિકતાને ગ્રહણ કરવાની પદ્ધતિઓ દર્શાવે છે જેથી યોગ્ય રીતે પરિસ્થિતિ સાથે તાલમેલ સાધી શકાય. આ કાર્ડ એવું સુચવે છે કે, આપ કોઈ મર્યાદિત પરિબળની સામે ફસાઈ ગયા છો જે આપના વ્યક્તિત્વને દબાવી રહ્યું છે. અહીં, ગ્રૂપ પ્રવૃત્તિ રચનાત્મક રીતે જોવામાં આવે તે જરૂરી છે અને, તેને ગુંગળાવનારી પ્રવૃત્તિના બદલે પ્રચુર અનુભવ તરીકે જોવામાં આવે તે મહત્વનું છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.