For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


હેંગ્ડ મેન

હેંગ્ડ મેન (લટકતો પુરુષ)નું કાર્ડ આપણને સ્થિતિસ્થાપકતા આપે છે. આપણે આપણી જીંદગી કેટલીક ચોક્કસ અપેક્ષાઓ સાથે જીવીએ છીએ,જે કેટલીક વખત હતાશા તરફ દોરી શકે છે. છે. આ કાર્ડ આપણને કુદરત સામે ઘુંટણિયા ટેકવવાનો, તમામ કાર્યો સ્થગિત કરી દેવાનો અને સૌ પ્રથમ તો આપણા મગજને શાંત કરવાનો સંકેત આપે છે જેથી આપણે સ્પષ્ટપણે વિચારી શકીએ. તમને યોગ્ય સમયે જવાબ મળી જશે તેઓ સંકેત આ કાર્ડ પરથી મળે છે, અને આથી આપણે સૌ ધીરજ રાખીને રાહ જોઈ શકીએ. આપણે છુટકારો ન મેળવી શકીએ તેવી સ્થિતિમાં જ્યારે ફસાઈ ગયા હોઈએ ત્યારે, કોઈપણ પ્રકારના સંઘર્ષથી મદદ મળી શકતી નથી. આપણે જ્યારે પાગલપણાની હદે કોઈ વસ્તુની ઝંખના કરીએ ત્યારે આપણે પોતાની જાત પર અંકુશ રાખી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આપણે આ તબક્કે ઊંડો શ્વાસ લઈને, બે ડગલાં પાછળ જઈને બધા પ્રયત્નો છોડી દેવા જોઈએ તેમજ પોતાની જાતને સંજોગોને હવાલે કરી દેવી જોઈએ. આમ થોડો સમય થોભી જવાથી આપ રસ્તામાં આવતા અવરોધો પર નજર નાખી લેવાનો આપને અવકાશ મળી જશે અને સમય જતાં આ અવરોધોને દૂર કરી શકશો. તેનાથી આપણને મોટાભાગે કોઈપણ બાબતનું વધુ સ્પષ્ટ ચિત્ર મળે છે,અને આપણે જૂની આદતોના વળગણમાંથી બહાર આવી પ્રગતિના પથ પર આગળ વધી શકીએ છીએ. આ કાર્ડ આપણને કોઈપણ બાબતોને વધુ ગુંચવણભરી ન બનાવવાનું સૂચવે છે અને આપણા માટે વધુ ઉપયોગી ન હોય તેવી બાબતોને જતી કરી દેવાનું સૂચવે છે. અહીં કંઈક ગુમાવીને ઘણું બધું હાંસલ કરવાનો અને પોતાના કાર્યમાં થોડો સમય થોભીને પ્રગતિના પથ પર આગળ વધવાનો અદભૂત વિરોધાભાસ સર્જાય છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.