ટૅરો કાર્ડ્સ


એમ્પરર

એમ્પેરરનું ટેરો કાર્ડ સત્તા અને આદરનું પ્રતીક છે. તેમની પાસેથી આપણે એવો પાઠ શીખી શકીએ છીએ કે જીવનમાં તમામ પ્રકારની સ્થિતિઓ આવી શકે છે, આથી આપણે પોતાની આંતરિક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈપણ અવરોધોમાંથી બહાર નીકળવા માટે પોતાની જાતને તૈયાર રાખવી જોઈએ. આપણી પાસે આપણા વડીલોના અનુભવોનું ભાથું છે, અને આપણે અન્ય લોકો સાથેના વ્યવહારમાં તેનો બહેતર ઉપયોગ કરવો જોઈએ. તેનો અર્થ એવો પણ થાય છે કે આપણે વધુ પડતા સતર્ક ન રહેવું જોઈએ અને કોઈપણ કલ્પનાઓના પ્રવાહમાં ન તણાવું જોઈએ, કારણ કે તેનાથી આપણી વિવેકબુદ્ધિને ગંભીરપણે અવરોધે છે. એમ્પરરનું કાર્ડ આપણને દરેક બાબત તે બહારથી જેવી દેખાય છે તે પ્રમાણે ન જોવાની સલાહ આપે છે અને ફરી ફરીને ભારપૂર્વક કહે છે કે કોઈપણ બાબતની ચોક્કસપણે ખાતરી કરવી હોય તો બસ, તેમાં ઝુકાવી દો અને ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહો અને પોતાની નિષ્ઠાનું મૂલ્યાંકન કરો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ કાર્ડ દર્શાવે છે કે આપણે જે કંઈપણ કરીએ તેમાં પરોક્ષ કે અસ્પષ્ટ ન રહેવું જોઈએ; આપણા દરેક કામમાં ચોક્કસ માળખું, શિસ્ત અને અવ્યવસ્થા પર સંપૂર્ણ અંકુશ હોવો જ જોઈએ. સાથે સાથે આપણા સ્વભાવમાં સમય પ્રમાણે વર્તવાનો અને વ્યવહારુ અભિગમ પણ હોવો જરૂરી છે જેથી વધારે પડતા આત્મવિશ્વાસુ કે અતિ સંતુષ્ટ થવાનું ટાળી શકાય.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.