For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એમ્પ્રેસ

એમ્પ્રેસનું ટેરો કાર્ડ પ્રેમ, લાલન-પાલન, ભરણ પોષણ અને રક્ષણનું પ્રતીક ગણાય છે.આપણને જીવનનો આનંદ માણવા માટે સંખ્યાબંધ તકો કુદરત દ્વારા આપવામાં આવી છે, અને આપણે તેને સાચા જુસ્સા અને સકારાત્મક અભિગમ સાથે સ્વીકારી લેવી જોઈએ.આપણા પગલાં કે કોઈપણ કાર્ય પાછળ પ્રેમનો દોરીસંચાર હોય છે અને આપણે જ્યારે તેને વશ થઈ જઈએ ત્યારે તે આપણને બહિ મોટી તાકાત પૂરી પાડે છે. આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે, આપણે જીવનમાં જે કંઈ મેળવીએ છીએ તે આપણે જે કંઈ આપ્યું હોય તેનું જ સીધું પરિણામ છે. વહેલા કે મોડા, આપણા પ્રયત્નોનું પરિણામ જરૂર મળશે અને તકોના દ્વાર જરૂર ખુલશે. આપણે કોઈપણ પ્રકારે સુંદરતા માટે પ્રેમ વ્યકત કરવા માટે પ્રેરાઈશું અને આપણામાં ઊંડે ઊંડે ધરબાઈ રહેલી રચનાત્મકતા બહાર આવશે. એમ્પ્રેસ આપણને કુદરત સાથેના આપણા અનુસંધાનની સતત યાદ અપાવે છે, અને જીવન કે પ્રેમનું સર્જન કે વિનાશ કરવા માટે પોતાની ક્ષમતા પ્રમાણેની સંપૂર્ણ શક્તિને ઝડપી લેવાની છે. આ કાર્ડ, આપણને શાંત અને નિરાભિમાની રહેવાની સલાહ આપે છે કારણ કે જીવનનું સત્વ આપણને મળેલા ભૌતિક અને આધ્યાત્મિક કર્મોના બદલાને ખુલ્લા મનથી સ્વીકારી લેવામાં જ છુપાયેલું છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.