For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ડેવીલ

ડેવીલ (શેતાન)નું ટેરો કાર્ડ આપણા અહંનું પ્રતિબિંબ છે. આપણે બીજા કરતા સારા છીએ કે નબળા છીએ તે માન્યતા પર આપણો અહં પોષાય છે, અને આ સ્થિતિ નાણાં, પ્રેમ અને સમાજ જેવા અહંને પોષનારા બાહ્ય પરિબળો પર આધાર રાખે છે. આપણો અહં આપણા જીવન પર હાવિ ન થઈ જાય તે ઘણું મહત્વનું છે, અન્યથા આપણે એટલી હદે નીચલી કક્ષા સુધી ઉતરી જઈશુ કે ક્યાંયના નહીં રહીએ. આ કાર્ડ એવું નથી દર્શાવતું કે અહં હોવો એ ખરાબ બાબત છે; પરંતુ તે ખરાબ ત્યારે જ બને જ્યારે તે આપણા મન એટલો બધો કબજો જમાવી લે કે આપણે આપણી મૂળ અસલિયત સાવ ગુમાવી બેસીએ. પ્રેમ હોય કે સ્વીકૃતિ આપણે જેની પણ ઈચ્છા કરીએ તે આપણી પાસે જબરદસ્તીથી નહીં પરંતુ કુદરતી રીતે જ આવે તે જરૂરી છે. આ કાર્ડ એમ પણ સૂચવે છે કે આપણા વિચારો દુષ્ટ અને બદઈરાદાવાળા છે અને આપણે અનિચ્છનીય તત્વોને આકર્ષી રહ્યા છીએ, તેથી આપણે પોતાની જાતને આ વલણમાંથી બહાર કાઢવી જોઈએ. આપણી આંખો પર કદાચ સત્ય આડે પડદો પડી ગયો છે અથવા આપણે તેના ગર્ભિત પરિણામોથી વાકેફ નથી જેથી આપણે કોઈપણ નિર્ણયમાં થાપ ખાઈ શકીએ છીએ.આ કાર્ડ આપણને આપણી જિંદગીનું પરીક્ષણ કરવા જણાવે છે અને ચેતવે છે કે નકારાત્મક વિચારો મનમાં ધરાવવાના કારણે આપણે જોખમી પરિસ્થિતિમાં આવી ગયા છીએ.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.