For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ડેથ

ડેથ (મૃત્યુ)ના કાર્ડને કોઈપણ પ્રકારના અંત સાથે સરખાવી શકાય.ટેરોમાં ખરેખર સૌથી ભયાનક ગણાતું આ કાર્ડ, ભાગ્યે જ વાસ્તવિક મૃત્યુ સાથે સંકળાયેલું હોય છે.આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં અટવાઈ જઈ છીએ કે જે સતત લંબાતી જ જાય છે અને આપણે અંતિમ નિર્ણય પર આવી શકતા નથી. આ કાર્ડ આવી ત્રાસદાયક પરિસ્થિતિનો અંત સૂચવે છે.તે એક અંતના રૂપમાં બહુ મોટો અને મહત્વનો ફેરફાર સૂચવે છે અને અલબત્ત, નવી શરૂઆતનો સંકેત આપે છે. આપણે હંમેશા એક જ વાતને વળગેલા રહીએ છીએ કે જીવન સતત પરિવર્તનશીલ છે,અને વૃદ્ધિ પામવા કે આગળ વધી નવી શરૂઆત માટે જૂનાનો અંત જરૂરી છે.આ કાર્ડ પરિવર્તનની વ્યાપકતા દર્શાવે છે, અને એક યુગના અંતનો સંકેત આપે છે.આપણી પ્રતિક્રિયા આપણા પૂરતી સીમિત હોય છે – આપણે તેનાથી દુઃખી થવું કે ભવિષ્ય અંગે આશાવાદી રહેવું તેની પસંદગી આપણા હાથમાં છે. અન્ય સ્તરે,આ કાર્ડ આપણા જીવનમાં શું મહત્વનું છે તે જાણવાની અને નકામી બાબતોમાં કિંમતી સમય ન વેડફવાની ચેતવણી આપે છે. હવે નવો દિવસ ઊગી ગયો છે, અને તે જીવનમાં નવો ઉજાસ તેમ જ સકારાત્મકતા લાવશે, તેથી આપણે તેને હાથ ફેલાવીને આવકારી લેવો જોઈએ.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.