For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ચેરિઅટ

ચેરિઅટ (રથ)ટેરો કાર્ડ પ્રેરણા અને સ્પષ્ટપણે સફળતાની દિશામાં પ્રગતિનું પ્રતિક છે. આપણે જીવનમાં જેમ આગળ વધીએ છીએ તેમ, આપણને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના માટે આપણે જો તૈયારી રાખીએ તો તેમાંથી બહાર આવી શકીએ છીએ. આપણે અલગ અલગ પરિપ્રેક્ષ્યનો વિચાર કરવાની જરૂર છે અને આ પ્રશ્નો પર નજર નાખવા માટે અનુભવનો ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે પુરતી આવડત અને એકાગ્રતાની જરૂર પડે છે પરંતુ સાથે સાથે આપણે ધ્યેય પર નજર રાખીએ એ પણ જ ઘણું જરૂરી છે. ચેરિઅટ આપણને સફળતાના પથ પર ક્યારે જવું તેનો નિર્દેશ કરે છે, આપણે મોટાભાગે આવેગ અને મક્કમતાથી પ્રેરિત હોઈએ છીએ, જે હંમેશા યોગ્ય ન પણ હોઈ શકે. આથી, આપણે આપણા હેતુઓ અને કૌશલ્યની આકારણી કરવી જોઈએ અને તે પ્રમાણે પરિસ્થિતિ પર કાબુ રાખવો જોઈએ. આ કાર્ડ દ્રઢ નિશ્ચયની સકારાત્મક બાજુ સામે લાવે છે. આપણે વધુ પડતા આક્રમક બનવાની જરૂર નથી, પરંતુ આપણે જ્યારે કોઈ મહત્વનો નિર્ણય લેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખૂબ આત્મવિશ્વાસ અને અધિકૃતતા સાથે તે કામ કરવું જોઈએ. આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે શું ઈચ્છીએ છીએ, તેને હાંસલ કરવા માટે એકપણ પ્રયત્ન બાકી ન રહેવો જોઈએ કારણ કે કપરા સમયમાં તેનાથી જ આપણને મદદ મળી શકે છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.