For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
વૃશ્વિક જાતકોનો શારીરિક બાંધો ખડતલ હોય છે. તેમના ચહેરાની રેખાઓ સ્પષ્ટ હોય છે. તેમના ચહેરામાં લાક્ષાણિક આકર્ષણ જોવા મળે છે તેમ જ આંખો વેધક અને હોઠ સુંદર હોય છે. વૃશ્વિક જાતકોની ગરદન ટૂંકી હોય છે. હાથ-પગની સરખામણીએ ધડ લાંબુ હોય છે. તેમનો અવાજ બુલંદ અને કોઈપણ વ્યક્તિ પર પ્રભાવ પાડી શકે તેવો હોય છે. તેમની આંગળીના વેઢાં સામાન્યપણે ચોરસ હોય છે. તેમની ચાલમાં લચક જોવા મળે છે.

સ્વાસ્થ્યઃ
સામાન્ય રીતે વૃશ્ચિક જાતકોનું આરોગ્ય સારૂં હોય છે, એટલું જ નહીં તેમની રોગ પ્રતિકારશક્તિ પણ ઘણી સારી હોય છે તેથી તેઓ બીમાર પડે તો પણ ઝડપથી સાજા થઈ જાય છે. જોખમો ઉઠાવવાના તેમના સ્વભાવના કારણે અકસ્માત થવાની શક્યતાઓ રહે છે. વૃશ્વિક રાશિના જાતકોને જાતિય અંગો, ગળું અને આંતરડાં,ફેફસાં અને પ્રોસ્ટેટ ગ્લેન્ડની સમસ્યાઓ નડતી હોય છે. તેમને સામાન્યપણે શ્વાસની તકલીફ રહેતી હોવાથી શ્વાસોચ્છવાસ સંબંધિત બીમારીઓ રહે છે. વૃશ્વિક જાતકો દાંતના પેઢાં સંબંધિત સમસ્યાઓની પણ ફરિયાદ કરે છે.

સૌંદર્ય ટીપ્સઃ
વૃશ્વિક જાતકો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. લાલ રંગ તેમનો સૌથી પ્રિય કલર છે. આ ઉપરાંત કીરમજી રંગ પણ તેમને ઘણો સારો લાગે છે. વૃશ્વિક જાતકોની આંખો સુંદર હોય છે. આપ તેને આય શેડો, મસ્કરા કે પાંપણો પર મેક-અપથી વધુ આકર્ષક બનાવી શકો છો. જો કે ગળામાં કોઈ ઘરેણું પહેરવાનું ટાળવું.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
વૃશ્વિક જાતકોને ખાદ્યચીજોમાં અંજીર, ડુંગળી, શતાવરી, સરસવ, લીલા શાકભાજી, ફ્લાવર, નાળીયેર, મૂળો, બ્લેક ચેરી, હલકો માંસાહાર, માછલી અને ઝીંગા ખૂબ પસંદ હોય છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ તથા સારૂં કોલસ્ટેરોલ અને ઝિન્ક ધરાવતા ખાદ્યપદાર્થો ખાવા જોઈએ.

આદતઃ
વૃશ્વિક જાતકોને વૈભવી જીવનશૈલી ખૂબ પસંદ હોય છે. આપના પ્રબળ આત્મબળના કારણે ખરાબ આદતોથી આપ બચી શકશો. સ્વાસ્થ્ય જાળવવા સંબંધિત આદતો પર વધુ ભાર મુકશો.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર