For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં મોટાભાગે તમારું સ્વાસ્થ્ય સારું જળવાઇ રહેશે. શરૂઆતના દોઢ મહિનામાં ઉતાવળે ઇજા ના થાય તેનું ધ્યાન રાખવું. તમારી ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશો તો ઉત્તમ ફળ મેળવી શકશો. નાક-કાન-ગળાને લગતી ફરિયાદો અથવા ખભાના સ્નાયુઓમાં દુખાવો, મોંને લગતી ફરિયાદો પહેલા મહિનામાં રહેશે પરંતુ તે પછી થોડી રાહત મળવાની આશા રાખી શકો છો. ખભાના સ્નાયુઓમાં અવારનવાર દુખાવાની ફરિયાદ રહેશે. આ ઉપરાંત આ વર્ષમાં જેમને જુના અને હઠીલા રોગો અગાઉ થયેલા હોય તેમને ફરી ઉથલો મારે તેવી શક્યતા છે. વર્ષના છેલ્લા ચરણમાં તમારા ચહેરા પર તેજ ઘટે અને શરીરમાં થોડી સુસ્તિ, આળસ, થાક રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત, છેલ્લા ચરણમાં ખાસ કરીને વાઇરલ ફીવર અથવા ઋતુગત બીમારીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા વધશે. શક્ય હોય ત્યાં સુધી તમારા આહારમાં નિયમિતતા અને વિચારોમાં સકારાત્મકતા રાખવાથી તમને ફાયદો થશે.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 09-08-2020 – 15-08-2020

વૃશ્ચિક માસિક ફળકથન – Aug 2020

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો વૃશ્ચિક