For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષમાં તમે મોટાભાગની બાબતોમાં અધુરા કાર્યો પાર પાડીને રાહતનો શ્વાસ લેશો. અટકેલા કાર્યોનો ઉકેલ આવવાથી તમને નવા આયોજન માટે દિશા સુઝશે. તમે છેલ્લા કેટલાક સમયથી ઓછુ બોલો છો અથવા કમ્યુનિકેશનમાં પણ અગાઉ કરતા ઓછા સક્રિય છો. વર્ષની શરૂઆતમાં આ સ્થિતિ આવી જ રહે પરંતુ ફેબ્રુઆરીના મધ્યથી તેમાં સુધારો આવી શકે છે. ખાસ કરીને લોકોને મળવાનું અથવા અન્ય લોકો સાથે ચર્ચા કરવાનું વધશે. તમે કમ્યુનિકેશનના આધુનિક માધ્યમો અને સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થશો. જોકે, તમે ક્યારેય પણ એવી વાણીનો ઉપયોગ ના કરતા જેનાથી તમારા શબ્દોનું ખોટુ અર્થઘટન થાય અને છેવટે સંબંધો પર તેની અસર પડે. તમને વારંવાર વૈભવી જીવન જીવવાનો તેમજ મોંઘી ચીજો લેવાનો શોખ થશે. નકારાત્મક તબક્કામાંથી તમે સારી દિશામાં આગળ વધશો જેથી દરેક કાર્યોમાં અને જીવન પ્રત્યે આત્મવિશ્વાસ જાગશે. જોકે, એક વાતનું ધ્યાન રાખજો કે તમારે અતિ આત્મવિશ્વાસમાં નથી આવવાનું અન્યથા મુશ્કેલીમાં મુકાશો. આ સમયમાં તમે પોતાના મોજશોખ પુરા કરવામાં પાછા નહીં પડો પરંતુ તમારી મર્યાદિત આવકને ધ્યાનમાં રાખીને ચાદર પ્રમાણે પગ લંબાવજો. પ્રોફેશનલ મોરચે તમે સારી રીતે આગળ વધી શકશો અને મોટાભાગના સમયમાં તમારા કાર્યો પ્રગતિલક્ષી રહેશે. છેલ્લા ત્રણ મહિનામાં ભાગીદારીના કાર્યોમાં સાચવજો. સંબંધોનું સુખ એકંદરે સારું માણી શકશો અને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં તમને પ્રિયપાત્રનો સંગાથ અને સહકાર મળી રહેશે. મોટાભાગના સમયમાં તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે સારો તાલમેલ જાળવી શકશો. એપ્રિલથી જુલાઇ સુધીમાં તમે સંબંધોનું ઉત્તમ સુખ માણી શકશો. આર્થિક બાબતોમાં સાચવીને ચાલવાની સલાહ છે. વર્ષના ઉત્તરાર્ધમાં સ્થિતિ થોડી સુધરશે પરંતુ બેફામ ખર્ચને અંકુશમાં નહીં રાખો તો છેવટે બીજા પાસેથી મદદ લેવી પડશે. ખાસ કરીને તમારી આવકમાં થોડી અનિશ્ચિતતા રહેવાથી જરૂરી ખર્ચનું પૂર્વાયોજન કરવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકો માટે સમય સારો છે પરંતુ ભાવિ અભ્યાસ માટે ક્યાંય પ્રવેશને લગતી કામગીરી અથવા વાટાઘાટો વગેરેમાં સાચવવું પડશે. સપ્ટેમ્બર પછી તમારા અભ્યાસની ગતિમાં કોઇ અજાણ્યા અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે વાંધો નહીં આવે પરંતુ નાક-કાન-ગળાને લગતી ફરિયાદો રહેવાની શક્યતા છે.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 27-09-2020 – 03-10-2020

વૃશ્ચિક માસિક ફળકથન – Sep 2020

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો વૃશ્ચિક