For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (15-09-2019 – 21-09-2019)

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહે નોકરી અથવા ધંધામાં આપ અગ્રતાક્રમ અનુસાર કામ હાથ ધરશો અને નિર્ધારિત સમયમાં તમામ કામો પૂર્ણ કરી વિરોધીઓની બોલતી બંધ કરી દેશો. આપ જે પણ કાર્ય કરો તેમાં સંતોષ અનુભવશો. વાહનો, પ્રિન્ટિંગ, રસાયણ, કૃષિ અને તેને લગતી ચીજોના કાર્યોમાં અત્યારે સફળતાની ઘણી સારી શક્યતાઓ છે. અત્યારે તમારા કામના ફળરૂપે અથવા અન્ય પ્રકારે આર્થિક લાભની આશા રાખી શકો છો. સ્‍ત્રીઓ તરફથી લાભ મળવાની શક્યતા છે. શરૂઆતના બે દિવસમાં રોમાન્સની લાગણી તમારામાં સૌથી વધુ રહેશે આ ઉપરાંત છેલ્લા બે દિવસ પણ પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવા માટે ઉત્તમ છે. આ સમયમાં વડીલો કે પૂજનીય વ્‍યક્તિઓને મળવાનું પણ થાય. સંતાનોના શુભ સમાચાર મળે. આર્થિક મોરચે ઝડપથી કમાણી કરવા માટે શોર્ટકટ શોધવા લલચામણી ઓફરોમાં સપડાવ નહીં તેનું ધ્‍યાન રાખવું. સ્વાસ્થ્ય સુખાકારી માટે શરૂઆત અને અંતિમ ચરણ સારું છે પરંતુ ખાસ કરીને સપ્તાહના મધ્યમાં કામનો બોજ અથવા ઋતુગત સમસ્યાઓના કારણે તમે થાકી જાવ, શરીરમાં સુસ્તિ રહે તેવી શક્યતા છે. કામની સાથે આરામને પણ પૂરતું મહત્વ આપવું.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક માસિક ફળકથન – Sep 2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019