વૃશ્ચિક અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક જાતકનો આધિપત્યભાવ અને વૃષભ જાતકના ઇર્ષાળુપણાને લઇને બંને રાશિના જાતકો વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તેઓ બંને સમાધાન સાધવાનો પ્રયાસ ન કરે તો તેમની વચ્ચે સારો તાલમેલ રહેતો નથી. તેઓ હંમેશા એકબીજા પર શંકાઓ કરે તેવી પણ શકયતા છે જેના કારણે તેમના સંબંધો બગડી શકે છે. બંને જાતકો ખૂબ નિખાલસપણે પોતપોતાની લાગણીઓ વ્યકત કરતા શીખવું જોઇએ કે જેથી તેમની વચ્ચે સુમેળ જળવાઇ રહે. બંને જણાં એકબીજાને અવકાશ આપે તો તેઓના સંબંધો જળવાઇ શકે છે.
વૃશ્ચિક પુરુષ અને વૃષભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધોમાં ઘણા ચડાવ-ઉતારનો અનુભવ થાય છે. વૃષભ મહિલા જાતક હંમેશા પોતાના જોડીદાર પર શંકા કરતી હોય છે જેથી બંને વચ્ચે ઝઘડા થાય છે. બીજી બાજુ વૃશ્ચિક પુરુષ મૂડી હોય છે અને તે હંમેશા પોતાની સ્ત્રી પાર્ટનર સાથે લડવા ઝઘડવાના મૂડમાં હોય છે. તેમની વચ્ચે સતત ચાલતા લડાઇ- ઝઘડા છેવટે તેમની વચ્ચેના સંબંધોના અંતમાં પરિણમે છે. બંને વચ્ચે સુમેળ ત્યારે જ સધાય જ્યારે તેઓ એકબીજાની લાગણીઓનો આદર કરે અને મતભેદોનું સમાધાન લાવવાની કોશિશ કરે.
વૃશ્ચિક સ્ત્રી અને વૃષભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચેના સંબંધો અશકય તો નથી પરંતુ બંને જણાએ સંબંધો લાંબા સમય સુધી ટકી રહે તે માટે પ્રયત્નો કરવા પડે છે. બંને જણાં સ્વભાવે વ્યકિતગત રીતે થોડા કઠોર હોય છે, બીજુ કે, શક કરવાની આદત પણ બંને ધરાવતા હોય છે, તેથી તેમના સંબંધોમાં આ બંને બાબતો અવરોધરૂપ બને છે. બંને સ્વભાવે જીદ્દી અને અક્કડ વલણ ધરાવતા હોવાથી પોતાના અંગત વિચારો એકબીજા સમક્ષ ખુલ્લા મને વ્યકત કરતા નથી. આટલી ખામીઓ હોવા છતાં તેઓની વચ્ચે શારીરિક આકર્ષણ ઘણું સારું હોવાથી રોમાન્સની પળોને ખૂબ સારી રીતે માણી શકે છે. આથી ગણેશજી કહે છે કે એકબીજાના મનની વાત જાણવાની અને પોતાના વિચારો નિખાલસપણે એકબીજા સમક્ષ રજૂ કરવાની જો તેઓ કોશિશ કરે તો તેમની વચ્ચે સારો તાલમેલ રહી શકે છે.