For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – વૃશ્ચિ સુસંગતતા

વૃશ્ચિક અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક જાતકો મજબૂત આત્મબળ અને ગજબનું આકર્ષણ ધરાવે છે. તેઓ સ્વભાવે જિદ્દી અને અક્કડ વલણ ધરાવતા હોય છે અને ચરમસીમા સુધીના સંબંધો નિભાવી શકે છે. વૃશ્ચિક જાતકો જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેઓ સામેના પાત્રને ખુશ રાખવા અને સુખી કરવા બધું જ કરી છૂટે છે. પરંતુ જો તમે તેની રહેમનજર હેઠળ ન હોવ તો એક વાત ખ્યાલમાં રાખવો કે, પરિણામો બહુ ખતરનાક આવી શકે છે. વૃશ્ચિક જાતકો ખૂબ વફાદાર અને ખરા દિલથી ચાહનારા પ્રેમી હોય છે. તેઓ પોતાની રહસ્યમય અને સુંદર રીતભાત દ્વારા અન્યને આકર્ષે છે. વૃશ્ચિક જાતકોની બાબતમાં એક નોંધનીય બાબત એ છે કે તેમનામાં ખૂબ સચ્ચાઇ હોય છે અને પોતાની અંતરની લાગણીઓ કયારેય દર્શાવતા નથી. પરંતુ સામા પાત્રને ઊંડાણથી સમજી શકે છે.

વૃશ્ચિક સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
બંનેમાં મોટા ભાગની લાક્ષણિકતાઓ એક સરખી હોવાથી તેમની વચ્ચે આનંદ અને પ્રેમ લડાઇ- ઝઘડા થવાની ઘણી શકયતાઓ છે. જીવનની ચડતી પડતીના સમયમાં તેઓ સાથે રહીને તેનો સામનો કરે છે. તેઓ પરસ્પર શારીરિક આકર્ષણથી અથવા તો અજોડ- આકર્ષણ અદાઓથી ખેંચાણ અનુભવે છે. એમ છતાં એકબીજા સાથે સારી રીતે રહેવા માટે બંને જણાએ પોતાના સ્વભાવગત ઇર્ષાળુ અને ગુસ્સાભર્યા સ્વભાવને છોડી દેવાની જરૂર છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહનો પ્રારંભિક તબક્કો વ્યવસાય અને નોકરી બંનેમાં આર્થિક પ્રગતી કરાવનારો રહેશે. જોકે, નોકરીયાતોને ઉપરી અધિકારીઓ સાથે કોઇ પ્રકારે અણબનાવ ના થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. વ્યવસાયિકોને કાયદાકીય અથવા સરકારી અવરોધો આવી…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી પ્રેમસંબંધોમાં છે તેમના માટે આ સપ્તાહ ખૂબ સારું છે. વિવાહિતો તેમના જીવનસાથીનો ઉત્તમ સંગાથ માણશે અને દાંપત્યજીવનનું ઉત્તમ સુખ ભોગવી શકશે. ખાસ કરીને સપ્તાહના મધ્યનો સમય તમારા માટે ઉત્તમ છે. જોકે, છેલ્લા બે દિવસમાં…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આપને નાણાં પ્રાપ્તિનો સમય આવી ગયો છે પરંતુ નાણાં મળવામાં વિલંબથી તમે થોડા નિરાશ થઇ શકો છો તેમજ જે રકમ આવવાની હોય તેના કરતા ઓછી આવવાથી તમારું બજેટ ખોરવાઇ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી નાણાં માટે અગાઉથી જોગવાઇ કરવાની સલાહ છે. આપનું…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને અભ્યાસ કરવો અન્યથા ઋતુગત સમસ્યાના કારણે આપને અભ્યાસમાં વિલંબ અને અવરોધ આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓના અભ્યાસમાં આપ શરૂઆતમાં જોમ અને જુસ્સા સાથે આગળ વધશો….

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ સ્વાસ્થ્ય માટે મધ્યમ રહેશે. શરૂઆતમાં અને અંતિમ ચરણમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. સપ્તાહના મધ્યમાં આપની સ્થિતિમાં થોડો સુધારો થશે અને આપનામાં નવી ઉર્જાનો સંચય થશે. જેઓ પહેલાથી કોઈ બીમારીનો ભોગ બનેલા છે…

નિયતસમયનું ફળકથન