For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – ધન સુસંગતતા

વૃશ્ચિક અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક રાશિ જળ તત્ત્વની છે. જ્યારે ધન રાશિ અગ્નિ તત્વની છે. જ્યારે આ બંને રાશિઓના જાતકો એકબીજા સાથે સંબંધ બાંધે છે ત્યારે તેઓ એકબીજા માટે ઉત્તેજના અને પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે. ધન જાતકો અત્યંત તરવરિયા, સાહસિક અને વાતોડિયા હોય છે. તેઓ વૃશ્ચિક જાતકોના જીવનમાં રંગ ભરી શકે છે. બીજી બાજુ વૃશ્ચિક જાતકો અત્યંત વફાદાર અને કામોત્સુક પ્રેમી હોય છે, બીજું તેઓ મજબૂત અને મહત્વાકાંક્ષી પણ હોય છે. ધન જાતકો દરેક વસ્તુ અને સંબંધને સહજ રીતે લેતા હોય છે. પરંતુ વૃશ્ચિક જાતકો તેમના સંબંધોની બાબત પરત્વે ખૂબ ગંભીર હોય છે.

વૃશ્ચિક પુરુષ અને ધન મહિલા વચ્ચે સુસંગતતા
ધન સ્ત્રી જાતક ખૂબ જ નિખાલસ અને ઊદાર હોય છે. તેને વૃશ્ચિક પુરુષની તાકાત અને દૃઢનિર્ણાયકતા ગમે છે. બંને જણાને સાહસિક પ્રવૃત્તિઓમાં આનંદ આવે છે. આ યુગલ એકબીજાના સહવાસમાં ખૂબ આનંદ અનુભવશે અને સંબંધોને વધારે ઉત્તેજના સભર બનાવશે, પરંતુ એક જ શરતે, જો પુરુષ સ્ત્રીને સ્વતંત્રતા આપે તો. વૃશ્ચિક પુરુષો ધન સ્ત્રી જાતક પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. જો સ્ત્રી તેની ઇચ્છાઓ પૂર્ણ કરી શકે તો બંને વચ્ચેના સંબંધો કાયમ માટે આનંદપૂર્ણ રહે છે.

વૃશ્ચિક સ્ત્રી અને ધન પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક સ્ત્રી ખૂબ લાગણીશીલ હોય છે અને પોતાના પાર્ટનર પાસેથી સતત પ્રેમની ઈચ્છા રાખે છે. ધન પુરુષ જાતક લાગણીઓની અભિવ્યકિત મુકતપણે કરનારા હોય છે જ્યારે વૃશ્ચિક સ્ત્રી રહસ્યમય હોય છે. આના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે અને સંબંધોનો અંત આવે છે. સ્ત્રી જાતકની સ્વામિત્વની ભાવના અને ઇર્ષાળુ સ્વભાવ પુરુષને તેનાથી દૂર રાખે છે. કારણ કે પુરુષને તે પસંદ નથી. આ સંબંધ જાળવી રાખવા માટે તેમણે તેમની અન્ય ખામીઓ અને વાતચીતની વિસંગતતા દૂર કરવા પ્રયાસ કરવો જોઇએ. બંને વચ્ચે તાલમેલ જામવો લગભગ અશકય છે. કારણ કે જળ અને અગ્નિ એકબીજા સાથે ભળી શકતા નથી, પરંતુ કોઇ વસ્તુ અશકય નથી એવું પણ ગણેશજી માને છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે કોઈ વિસ્તરણની યોજના હોય તો તેમાં આગળ વધવાની તકો મળી શકે છે. બાંધકામ, જમીન કે મકાનની લે-વેચ, કૃષિ અને તેને લગતા કામકાજો, દવાઓ, રસાયણ, સરકારી કાર્યો વગેરેમાં અત્યારે પ્રગતિની તકો મળી શકે છે. સપ્તાહના મધ્યમાં નોકરિયાતોનું…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆત પ્રેમસંબંધોમાં ઘણી સારી રહેશે. મોજમસ્તી અને હરવાફરવામાં આપ ઘણો સમય ફાળવી શકશો. સપ્તાહના અંતિમ ચરણમાં પ્રભાવી વાણી અને સૌમ્ય વર્તનથી તમારા સાથીની તમે ખૂબ જ નજીક રહી શકશો. પારિવારિક સંબંધોમાં પણ સુધારો આવશે….

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

નાણાભીડ ધીમે ધીમે ઓછી થશે પરંતુ અત્યારે તમારી આવક ઝડપથી વધે તેવી શક્યતા નથી તેમજ તમારી આવકમાં અનિશ્ચિતતાની શક્યતા હોવાથી જરૂરી ખર્ચ માટે અગાઉથી જોગવાઇ રાખવાની સલાહ છે. ઉઘરાણીના નાણાં મેળવવામાં વિલંબ થશે. પરદેશમાં વ્યવસાયિક…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને શરૂઆતથી વાંચનમાં સારી રુચિ રહેશે. મનોરંજન સાથે વાંચનની તમે આદત કેળવશો જેથી ભણવામાં રુચિ વધે અને થાક પણ ના લાગે. આપ અભ્યાસની ગંભીરતા સમજીને પરીક્ષાલક્ષી તૈયારી કરી શકશો. અઘરા વિષયોમાં તજજ્ઞોનું…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપની સ્વાસ્થ્ય સુખાકારી અગાઉની તુલનાએ સારી રહે પરંતુ છેલ્લા ચરણમાં ઋતુગત સમસ્યાઓથી બચવાની સલાહ છે. ગંભીર રોગોથી પીડાતા જાતકોને સારવારમાં ઓછી અસર દેખાય. ખભાના સ્નાયુઓમાં અત્યારે અચાનક દુખાવો થઇ શકે છે. જોકે, એકંદરે…

નિયતસમયનું ફળકથન