Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃશ્ચિક જાતકોના સંબંધો
☰
વૃશ્ચિક જાતકોના સંબંધો
વૃશ્ચિક જાતકો મિત્ર તરીકેઃ વૃશ્વિક જાતકો મૈત્રી સંબંધોમાં ખૂબ જ સૌજન્યશીલ હોય છે. તેઓ મિત્રો પ્રત્યે વફાદાર પણ હોય છે. આપ સ્વમાન અને ગૌરવની બાબતોમાં વધુ પડતા સંવેદનશીલ રહો છો. આપ કોઈપણ રહસ્ય આપના પેટમાં રાખી શકો છો અને ગુપ્તતા જાળવી શકો છો. આપના મૈત્રી સંબંધો સ્થિર રહેશે. મૈત્રીમાં આપની સાથે વિશ્વાસઘાત પણ થઈ શકે છે.
વૃશ્વિક જાતકો માતા તરીકેઃ વૃશ્વિક રાશિ ધરાવતી માતાઓ તેમના માતૃત્વ અંગે ઘણો લગાવ ધરાવતી હોય છે તેમ જ માતા તરીકે તેઓ અનેક બાબતે ઘણી સારી હોય છે. આપ સંતાનો પ્રત્યે થોડું આકરું વલણ અપનાવો પરંતુ આપનો માતૃભાવ અને પ્રેમ કોઈપણ સ્થિતિને સંતુલનમાં લાવી શકશે. બીજી રીતે જોઈએ તો વૃશ્વિક રાશિ ધરાવતી મહિલાઓની આંતરિક શક્તિ અને જીવનને માણવા માટે તેમનો ઉત્સાહ ભર્યો સ્વભાવ સંતાનોને શ્રેષ્ઠ સંભારણાનું ભાથું આપી શકે છે.
વૃશ્ચિક જાતકો પિતા તરીકેઃ પિતા તરીકે વૃશ્વિક જાતકો તેમના સંતાનોથી ઘણું ગૌરવ લેશે પરંતુ તેમના પ્રત્યે આપને વધારે પડતું કડક વલણ ન અપનાવવાની સલાહ છે. વૃશ્વિક જાતકો તેમના સંતાનો બહારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે તેમ જ રસ લે તે માટે વિવિધ યોજનાઓ ઘડતા હોય છે. સંતાનો પ્રત્યે આપને વધુ ઉદારતા દાખવવાની જરૂર છે.