For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – મીન સુસંગતતા

વૃશ્ચિક અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક અને મીન જાતકો વચ્ચે અદ્ભુત સંબંધ હોય છે, કારણ કે બંને જળતત્વની રાશિ ધરાવતા જાતકો છે. વૃશ્ચિક જાતકો શક્તિથી છલકાતા અને કૃતનિશ્ચયી હોય છે. પરંતુ તેઓ અદેખા, આધિપત્યની ભાવના ધરાવનારા અને કયારેક જોહુકમી ચલાવનારા હોય છે, જ્યારે મીન જાતકો ખૂબ ઊદાર અને દેખાવડા હોય છે. તેઓ વૃશ્ચિક જાતકને બહુ સારી રીતે જાણે છે અને હંમેશા તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. બદલામાં વૃશ્ચિક જાતકો પણ તેમના પ્રેમ પ્રત્યે વફાદારી અને નિષ્ઠા દાખવે છે.

વૃશ્ચિક પુરુષ અને મીન મહિલા વચ્ચે સુસંગતતા
તેઓ બંને સાથે મળીને એક આકર્ષક જોડકું રચે છે. તેઓ શારીરિક અને માનસિક રીતે એકબીજા સાથે અદ્ભુત ઘનિષ્ઠતા ધરાવતા હોય છે. એક સાથીદાર પોતાના અન્ય જોડીદારને ખૂબ સારી રીતે સમજી અને જાણી શકે તેનાથી વધુ સારું શું હોઇ શકે – મીન સ્ત્રી જાતકને ઇશ્વરે આ ગુણ આપ્યો છે. તે ખૂબ જ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે, એમ છતાં તેને વૃશ્ચિક પુરુષનો પઝેસિવ અને વર્ચસ્વ ધરાવવાનો સ્વભાવ ગમતો નથી. બંને જાતકો પ્રેમમાં રત રહેશે અને એકબીજાના રસના વિષયોમાં સહભાગી બનશે.

વૃશ્ચિક સ્ત્રી અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક સ્ત્રી અને મીન પુરુષ વચ્ચેનો સંબંધ જાદુઇ હોવા છતાં તે કેટલો લાંબો સમય ટકી શકશે તે કહી ન શકાય. પોતાનો સ્વભાવ શરમાળ હોવા છતાં મીન પુરુષ વૃશ્ચિક સ્ત્રી જાતક સાથે બહુ જ ખૂલીને વાત કરશે અને પોતાની જાતને સ્વસ્થ મહેસૂસ કરશે. પરંતુ વૃશ્ચિક સ્ત્રીને પુરુષનું આવું શરમાળપણું પસંદ નથી હોતું કારણ કે તેને ખડતલ અને મજબૂત પુરુષ વધારે ગમતો હોય છે. મીન પુરુષ પોતાની રીતે સ્ત્રીને પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે. વૃશ્ચિક સ્ત્રી પુરુષ પ્રત્યે ખૂબ વફાદારી અને સચ્ચાઇ વર્તે છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

છેલ્લા કેટલાક સમયથી તમે પ્રોફેશનલ મોરચે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સુઝ-બુઝ કામે લગાડી હશે અને શરૂઆતમાં તેના કારણે સારા પરિણામો પણ પ્રાપ્ત થશે જેથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યવસાય અથવા નોકરીમાં આગળ વધવાની નવી તકો…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારામાં રોમાન્સની લાગણી વધુ રહેશે પરંતુ અતિ ઉતાવળ અથવા ગુસ્સાને આખા અઠવાડિયા દરમિયાન અંકુશમાં રાખજો. કમ્યુનિકેશનના આધુનિક ગેઝેટ્સ અને વોટ્સએપ તેમજ ફેસબુક જેવા માધ્યમોથી તમે દૂર વસતા પ્રિયપાત્ર સાથે પણ…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

છેલ્લા કેટલાક સમયથી તમારા નક્કર પ્રયાસો હોવા છતાં આવકમાં અનિશ્ચિતતાનો અહેસાસ થશો હશે. આ સ્થિતિમાં આ સપ્તાહે મોટો ફેરફાર જણાતો નથી છતાં પણ શરૂઆતમાં આવકનું પલ્લું જ્યારે અંતિમ દિવસે જાવકનું પલ્લું ભારે રહે. આ સપ્તાહે શ્વસુર…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો ઉત્સાહ સાથે અભ્યાસમાં સપ્તાહની શરૂઆત કરશે. જેઓ ટેકનિકલ વિષયો, રિસર્ચ, વિજ્ઞાન, સ્પેસ અને ટેકનોલોજી, આઈટી વગેરેમાં ઉચ્ચ અભ્યાસ કરે છે તેમના માટે સારો સમય છે પરંતુ અભિનય, પેઈન્ટિંગ, કલાજગત વગેરેમાં હજુ પણ થોડી…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

ત્વચાની બિમારી, એલર્જી, ગુપ્તભાગોની સમસ્યા, સાંધાનો દુખાવો, ઢીંચણમાં સમસ્યા હોય તેમને હાલમાં સારવારની અસર ઓછી દેખાશે. સપ્તાહની શરૂઆત સારી છે પરંતુ એક દિવસ પછી જ તમને પેટ સંબંધિત મુશ્કેલી થઈ શકે છે. ખાસ કરીને વાયુવિકારના કારણે…

નિયતસમયનું ફળકથન