For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક જાતકોનો સ્વભાવ

વૃશ્ચિક જાતકોનો સ્વભાવ

વૃશ્વિક જાતકો પોતાના મનમાં કોઈ પ્રત્યે દ્વેષભાવ કે વેરભાવ ઊભો થઈ જાય તો તેને જિંદગીભર ભૂલતા નથી.
આ ખરાબ સ્વભાવ તેમને તેમના પ્રિયજનોથી દૂર રાખે છે અને તેમના તરફથી મળવો જોઈએ તેવો પ્રેમ, લાગણી, ખુશી અને ભરોસો મેળવી શકતા નથી. તેમણે તેમની કામવાસનાઓ પર કાબુ રાખવો જરૂરી છે. જો તેઓ આ નહીં શીખે તો મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ મુકાઈ શકે છે. વૃશ્વિક એક માત્ર એવી રાશિ છે જેમાં ત્રણ પ્રાણીના લક્ષણો છે. પહેલું તો વીંછી ,જેની પૂંછડી ખૂબ જ સક્રિય હોય છે, બીજું , વૃશ્ચિક જાતકો પોતાના આવેગો પર સંયમ રાખીને તરત ડંખ મારવાની જન્મજાત વૃત્તિ એક સમયે બાજુ પર મૂકી પણ દે ત્યારે તેઓ ગરૂડ જેવા બની જાય છે. ગરૂડ ખૂબ દૂર દૂરનું જોઈ શકે છે, તે ઊંચે આકાશમાં ચકરાવા લગાવ્યા કરે છે અને તક મળતાં જ પૂરી તાકાતથી શિકાર પર ત્રાટકે છે. વૃશ્ચિક જાતકો તેના ત્રીજા સ્વરૂપમાં શાંત કબૂતર જેવા બની જાય છે. તેઓ પોતાની આધિપત્યની પ્રબળ ભાવનાને વૈશ્વિક પ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવનામાં પણ ફેરવી શકે છે. તેમણે પોતાનો ગુસ્સો અને રોષ છોડી દેવાની જરૂર છે. એક વખત તેઓ પોતાની જાતને પ્રેમ કરતા શીખી જશે તો બીજાને માફ કરી દેવાની ભાવના આપોઆપ તેમનામાં આવી જશે. અને તેમની પાસે જે અસાધારણ આત્મબળ છે તે જોતા તો તેઓ ધારે તે કરી શકે છે. વૃશ્વિક જાતકોને રહસ્યમય બાબતો જાણવામાં ખૂબ રસ પડે છે. તેમનું ચુંબકીય મોહક વ્યક્તિત્વ લોકોને આકર્ષવા માટે સક્ષમ છે. જ્યારે તેમને પ્રેમમાં દગો થાય ત્યારે તેઓ શાંત ચિત્ત રાખી તેમાંથી ખસી જવાનું પસંદ કરે છે.
સ્વામી ગ્રહઃ પ્લુટો
પ્લુટોને અંધારી આલમનો સ્વામી ગણવામાં આવે છે. આ શબ્દથી જો આપ ભયભીત થયા હોવ તો તે અંગે એક ખુલાસો કરવો જરૂરી છે. પ્લુટો આપણી ચેતનાવસ્થા હેઠળ આવતી પ્રત્યેક વસ્તુનું પ્રતીક છે.પ્લુટો કોઈ એવા નર્કનો સંકેત નથી આપતો જ્યાં આપણને આપણા ખરાબ કર્મોના કારણે સજા ભોગવવી પડે છે. પરંતુ વિલિયમ બ્લેકે કરેલા પ્લુટોના વર્ણન અનુસાર તે એક એવી સુંદર જગ્યા છે જ્યાં સંતપુરુષો પણ અવિચારી અને ઉન્મત્ત બની જાય છે. વૃશ્વિક રાશિના મુખ્ય ગ્રહ તરીકે પ્લુટો આપણે ન સમજી શકીએ તેવી અકળ અને ગહન બાબતોનું પ્રતિનિધિત્વ કરતો એક શક્તિશાળી ગ્રહ છે. આ ગુપ્ત રહસ્યમય સ્થાન પરથી જાદુઈ પરિવર્તનો થતાં નજરે પડે છે.
આઠમો ભાવઃ પરિવર્તન
જેમ બીજો ભાવ માલિકીપણું દર્શાવે છે તેમ તેની સામેનો આઠમો ભાવ અન્ય લોકો પાસે જે છે તે દર્શાવે છે. તેમાં જાતિય પ્રશ્નો પણ સામેલ હોઈ શકે છે જેમાં મોટા ભાગે અન્ય વ્યક્તિ પણ સામેલ હોય છે. આઠમું સ્થાન મૃત્યુનું સ્થાન પણ કહેવાય છે. પણ જરૂરી નથી કે આપના મૃત્યુની જ વાત હોય. આઠમા ભાવમાં એવી તમામ બાબતો આવે છે જે આપણે સમજી શકતા નથી કે જાણતા નથી. આ ગૂઢ શક્તિઓનું સ્થાન છે.
વૃશ્ચિક રાશનું તત્વઃ જળ
વૃશ્વિક રાશી લાગણીના પ્રતીક સમાન જળ તત્વ સાથે સંબંધ ધરાવે છે. જેમ ક્યારેક પાણીની ઊંડાઈ કળી શકાતી નથી તે રીતે આપણે આપણી લાગણીઓ શબ્દ દ્વારા વ્યક્ત કરી શકતા નથી.પહાડો પરનો બરફ પીગળીને ઝરણા સ્વરૂપે આવે છે ત્યાંથી શરૂ થયેલા જળચક્રનો અંત હોતો નથી.
વૃશ્ચિક જાતકોની શક્તિઃ
લાગણીઓનો આવેગ એ જ આપની તાકાત છે.
વૃશ્ચિક જાતકોની નબળાઈઃ
કોઈપણ બાબતને ગુપ્ત રાખવાની રહસ્યમય વૃત્તિ વૃશ્વિક જાતકોને લોકોથી અલગ રાખે છે.
 

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર