For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ માસિક ફળકથન

આ મહિનો (Jul 2020)

આ મહિનામાં પૂર્વાર્ધમાં તમને પ્રોફેશનલ મોરચે અથવા સંબંધોમાં મન પરોવવાના બદલે આત્મખોજ કરવાની અથવા પોતાની દુનિયામાં વધુ ઊંડા ઉતરવાની ઇચ્છા થશે. તેના કારણે ઘણા લોકો તમને એકાંતપ્રિય પણ કહેશે. તમારો સ્વભાવ એવો હશે કે તમે લોકો સાથે વાર્તાલાપ કરો તેના બદલે પોતાના વિચારો પર કેન્દ્રિત થાઓ અને ભાવિ આયોજન કરો તે સૌના માટે બહેતર રહેશે. ઉત્તરાર્ધનો તબક્કો આપના માટે સારો હોવાથી તેમાં ઘણા નોંધનીય પરિવર્તનો આવી શકે છે. ખાસ કરીને પરિવારની જરૂરિયાતની ચીજો, વસ્ત્રો, ઘરના રંગરોગાન વગેરેમાં ખર્ચ થશે અને તમે તેના માટે અગાઉથી તૈયારી પણ રાખશો. શરૂઆતમાં આપને કામકાજમાં થોડો થાક અને કંટાળો વર્તાશે. તેમ છતાં નિર્ઘારિત કાર્યો તબક્કાવાર પાર પાડી શકો. આર્થિક બાબતે જોઈએ તો આપને વધારાની આવક થવાની શક્યતા છે. વિજાતીય સંબંધોમાં ગત મહિનામાં તમે કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કર્યો હશે. આ મહિને તેનો ઉકેલ આવશે. સંબંધોમાં ઘનિષ્ઠતા વધે અને દૂર વસતા પાત્રોને મુલાકાતના યોગ બનશે. શરૂઆતમાં સરકારી અથવા કાયદાકીય કાર્યોમાં અડચણો આવે પરંતુ ઉત્તરાર્ધમાં તેના નિકાલની આશા રાખી શકો છો. વિદ્યાર્થીઓને કોઇપણ વિષય સમજવા માટે અત્યારે વધુ મહેનત કરવી પડશે. આ મહિને પૂર્વાર્ધમાં ખાસ કરીને કમરમાં દુખાવો, બલ્ડપ્રેશર અને ગરમીજન્ય રોકો સતાવી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 12-07-2020 – 18-07-2020

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2020

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર