વૃશ્ચિક અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક જાતકો ખૂબ જ જીદ્દી અને દૃઢ સંકલ્પ ધરાવનારા હોય છે, અને જો તેઓ ઇચ્છે તો તુલા જાતકોને પ્રેમ અને સંબંધ શું કહેવાય તેનો સાચો અર્થ સમજાવી શકે છે. તુલા જાતકો બુદ્ધિશાળી, દેખાવડા અને દરેક વસ્તુને ખૂબ હળવાશથી લેનારા હોય છે. તુલા જાતકો કોઇપણ બાબતમાં ગંભીરતાથી પ્રતિબદ્ધ થવામાં નથી માનતા જે વૃશ્ચિક જાતકો માને છે. તેઓ પ્રણયસંબંધો બાંધવામાં અને પ્રેમ પ્રદર્શિત કરવામાં આદર્શ હોઇ શકે છે. બંને જાતકોને પડકારો અને જોખમો ઊઠાવવા ગમે છે, તેથી તેમની વચ્ચેના સંબંધો કંટાળાજનક નથી બનતા. બંને જુદાજુદા પ્રકારના ગુણો ધરાવે છે, જો આ ગુણોનો રચનાત્મક ઊપયોગ કરવામાં આવે તો તેઓ ખૂબ સુખમય જિંદગી જીવી શકે છે.
વૃશ્ચિક પુરુષ અને તુલા સ્ત્રી વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક પુરુષ તુલા સ્ત્રીની સુંદરતા અને તેના ભોળપણથી આકર્ષાઇને તેના પ્રેમમાં પડે છે. પરંતુ આ સંબંધો થોડા સમય સુધી જ ટકે છે. એમ છતાં, આ સંબંધો લાંબા સમય સુધી ટકાવી રાખવા હોય તો બંને પક્ષે પ્રયત્નો થવા જરૂરી છે. વૃશ્ચિક પુરુષો ગાઢ પ્રેમ કરનારા હોય છે. પરંતુ તેમના ઇર્ષાળુ સ્વભાવને કારણે તેઓ હંમેશા તુલા સ્ત્રી પર શંકા કરતા રહે છે, અને સંબંધોમાં કડવાશ ઉભી કરે છે. વૃશ્ચિક અને તુલા જાતક વચ્ચેના લગ્ન એક પ્રશ્નાર્થ ચિહ્ન બની શકે છે, પરંતુ થોડા સમય માટેના કામચલાઉ સંબંધો બંનેને આનંદ આપી શકે છે.
વૃશ્ચિક સ્ત્રી અને તુલા પુરુષ વચ્ચે સુસંગતતા
તુલા પુરુષના અહંકારી અને બિન્દાસ સ્વભાવના કારણે હંમેશા વૃશ્ચિક સ્ત્રી ઉપેક્ષિત થઇ હોવાની લાગણી અનુભવે છે. તુલા પુરુષો મોજશોખ પ્રિય, દેખાવડા અને પ્રેમની પ્રશંસા કરનારા હોય છે. વૃશ્ચિક સ્ત્રીનો કિન્નાખોરી ધરાવતો સ્વભાવ તેઓ બંને વચ્ચે ઘર્ષણ ઊભું કરે છે અને કયારેક સંબંધોનો અંત લાવવા સુધી પણ વાત પહોંચી જાય છે. સંબંધો વધુ સુદૃઢ બનાવવા હોય તો તેમણે અહં છોડીને એકબીજા સાથે બાંધછોડભર્યું વલણ અપનાવવું જોઇએ, કારણ કે વ્યકિતગત રીતે જોતાં બંને ખૂબ સારી વ્યકિતઓ છે. જો બંને જણાં એકબીજાના ગુણો અને લાક્ષણિકતાઓને સમજે અને તેની પ્રસંશા કરે તો તેમના સંબંધોમાં જરૂરી સંતુલન જાળવી શકાય છે.