For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – સિંહ સુસંગતતા

વૃશ્ચિક અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

સિંહ જાતકો અહંકારી અને અભિમાની હોય છે જ્યારે વૃશ્ચિક જાતકો પઝેસિવ અને ઇર્ષાળુ હોય છે. આ બંને સાથે મળે તો મોટાભાગે ચકમક ઝરે છે અને વાતાવરણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, તેમજ સંબંધોનો કટુતાભર્યો અંત આવે છે. બંને જણા એકબીજાથી મંત્રમુગ્ધ થઇને પરસ્પર આકર્ષાય છે, પરંતુ તેમનો ગુસ્સો એવો હોય છે કે તેઓ એકબીજાની વાત સાંભળવા તૈયાર નથી હોતા. સિંહ જાતકનો વર્ચસ્વ ધરાવવાનો સ્વભાવ અને શાહી ઠાઠમાઠભર્યું વલણ વૃશ્ચિક જાતકથી સહન થતું નથી આ માટે ગણેશજી આ બંને રાશિઓ વચ્ચે સંબંધો ન બાંધવાની સલાહ આપે છે.

વૃશ્ચિક પુરુષ અને સિંહ મહિલા વચ્ચે સુસંગતતા
સિંહ મહિલા જાતક પ્રેમની તલાશમાં ભટકતી રહેશે અને અપેક્ષાઓથી ભરપુર વૃશ્ચિક પુરુષની માગણીઓ પણ નહીં સંતોષી શકે. એટલે જ સિંહ મહિલા અને વૃશ્ચિક પુરુષ સાથેનું જોડાણ જોખમી પરિણામો આપે છે. એવી ગણેશજીની ચેતવણી છે. વૃશ્ચિક પુરુષ ક્રોધાવેશમાં સ્ત્રી સાથે ઝઘડો કરે છે. તે સ્ત્રીના પ્રેમ અને ધીરજની પ્રશંસા કરે છે, પરંતુ જો તેને એવું લાગે કે સ્ત્રી પાત્ર પ્રેમનો દેખાવ જ કરે છે તો તે ઝનૂની બની જાય છે. સિંહ મહિલા જાતકને જરૂરી કાળજી અને સરભરા વૃશ્ચિક પુરુષ પાસેથી મળી જાય છે.

વૃશ્ચિક મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
સિંહ પુરુષની પ્રેમની અભિવ્યક્તિની રીત પણ ભવ્ય હોય છે. તે રાજાશાહી રહેણીકરણીમાં માને છે. વૃશ્ચિક સ્ત્રી જાતક પુરુષના પ્રેમના દંભથી અભિભૂત થતી નથી. આથી વિપરીત સિંહ પુરુષ જાતક જો તેની વધુ પડતી સારસંભાળ લે અને તેને લાગણી બતાવે તો તેના તરફ વધારે ઝુકે છે. બંને બળવાન અને આક્રમક હોય છે અને બંનેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી હોતા, કે સમાધાન કરવા નથી ઇચ્છતા. વૃશ્ચિક મહિલા સિંહ પુરુષ જાતકના નીડર અને શક્તિશાળી વ્યકિતત્વથી પ્રભાવિત થાય છે. એમ છતાં આ જોડી વચ્ચે સારો તાલમેલ રહેતો નથી.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહનો પ્રારંભિક તબક્કો વ્યવસાય અને નોકરી બંનેમાં આર્થિક પ્રગતી કરાવનારો રહેશે. જોકે, નોકરીયાતોને ઉપરી અધિકારીઓ સાથે કોઇ પ્રકારે અણબનાવ ના થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. વ્યવસાયિકોને કાયદાકીય અથવા સરકારી અવરોધો આવી…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી પ્રેમસંબંધોમાં છે તેમના માટે આ સપ્તાહ ખૂબ સારું છે. વિવાહિતો તેમના જીવનસાથીનો ઉત્તમ સંગાથ માણશે અને દાંપત્યજીવનનું ઉત્તમ સુખ ભોગવી શકશે. ખાસ કરીને સપ્તાહના મધ્યનો સમય તમારા માટે ઉત્તમ છે. જોકે, છેલ્લા બે દિવસમાં…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આપને નાણાં પ્રાપ્તિનો સમય આવી ગયો છે પરંતુ નાણાં મળવામાં વિલંબથી તમે થોડા નિરાશ થઇ શકો છો તેમજ જે રકમ આવવાની હોય તેના કરતા ઓછી આવવાથી તમારું બજેટ ખોરવાઇ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી નાણાં માટે અગાઉથી જોગવાઇ કરવાની સલાહ છે. આપનું…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને અભ્યાસ કરવો અન્યથા ઋતુગત સમસ્યાના કારણે આપને અભ્યાસમાં વિલંબ અને અવરોધ આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓના અભ્યાસમાં આપ શરૂઆતમાં જોમ અને જુસ્સા સાથે આગળ વધશો….

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ સ્વાસ્થ્ય માટે મધ્યમ રહેશે. શરૂઆતમાં અને અંતિમ ચરણમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. સપ્તાહના મધ્યમાં આપની સ્થિતિમાં થોડો સુધારો થશે અને આપનામાં નવી ઉર્જાનો સંચય થશે. જેઓ પહેલાથી કોઈ બીમારીનો ભોગ બનેલા છે…

નિયતસમયનું ફળકથન