For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક વિસ્તૃત સમજ

વૃશ્ચિક રાશિ વિશે વિસ્તૃત સમજ

વીંછી જેવો આકાર ધરાવતી વૃશ્ચિક રાશિનો સ્ત્રી અને પુરૂષનાં ગુપ્તાંગો પર અમલ છે. ગુફાઓ, જળાશયો અને ઝેરી વનસ્પતિઓ તેમ જ ઝેરીલા સાપ, જીવજંતુ કે અજગર રહેતા હોય તેવા સ્થાનો પર વૃશ્ચિક રાશિનું નિવાસસ્થાન છે.

રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક અન્ય કોઈપણ રાશિ કરતા સૌથી ગહન અને અત્યંત લાગણીશીલ રાશિ છે. ગંભીર, નીડર, ક્યારેક હઠીલા, લાગણીશીલ અને ધગશવાળા આ રાશિના જાતકોને હળવાશથી ક્યારેય ન લઈ શકાય. તેઓ પોતાની શરતે જિંદગી જીવે છે અને પોતાનું ભાવિ જાતે જ ઘડે છે.

અન્ય લોકો વિષેનો અભ્યાસ કરવાના પોતાના મિશનમાં વૃશ્ચિક જાતકો ઘણા ગંભીર હોય છે. આ માટે તેઓ અત્યંત મહત્વના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેની અંદર રહેલા રહસ્યો એકત્રિત કરશે, અને સારાં તેમ જ નરસાં બંને પાસાંનો અભ્યાસ કરશે. તેમનામાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ તેમને નવું નવું શોધવા પ્રેરિત કરે છે. કોઈપણ વસ્તુના મૂળમાં જઈને તેની તપાસ કરવી, જાણકારી મેળવવી તેમને ગમે છે અને આ બધામાં તેમની અંતઃસ્ફુરણા ખૂબ મદદ કરે છે. તેઓ પોતે જ પોતાનું કામ શરૂ કરીને આગળ વધારે છે. આ બાબતને અન્ય લોકો તેમના મનસ્વીપણા કે ઘમંડ તરીકે જુએ છે. કેટલાક એવું પણ માને છે કે આવા વૃશ્ચિક જાતકો પોતે જ પોતાનો વિનાશ નોંતરે છે. ગમે તે હોય પરંતુ વૃશ્ચિક જાતકોમાં હેઠાં પડ્યા પછી પણ ફરીથી પૂરા જોમ અને જુસ્સા સાથે બેઠા થવાની ગજબની શક્તિ અને આત્મવિશ્વાસ હોય છે. સફળતા મેળવવાના દૃઢ નિશ્ચય સાથે તેઓ આગળ વધે છે.

વૃશ્ચિક જાતકો સખત મહેનત કરતા હશે પરંતુ જો તેમની તપાસ કે પૂછપરછ કરવામાં આવે તો તેઓ રહસ્યમય સ્વભાવના કારણે આ અંગે ઘણા તર્કવિતર્ક વિચારવા માંડશે, ચૂપ થઈ જશે અને કામ છોડીને જતાં રહેશે. પરંતુ આ સાથે જ તેઓ ઘણાં સાધન સંપન્ન પણ હોય છે. વૃશ્ચિક રાશિ પર મંગળ અને પ્લુટોનું આધિપત્ય છે. મંગળ યુદ્ધનો અને પ્લુટો આસુરી તત્વોનો દેવતા છે.

વૃશ્ચિક જાતકોને ઉપરછલ્લી બાબતોમાં બિલકુલ રસ નથી હોતો. તેમની અંતઃસ્ફુરણાથી જ તેઓ અન્ય લોકોના જીવન અંગે ઊંડી સૂઝ અને સમજ કેળવી શકે છે. તેઓ જે કોઈ કાર્ય કરે છે તેમાં એટલી ધગશ અને જોશ કે ઉત્કટતા હોય છે કે તે જોઈને સામી વ્યક્તિનાં મનમાં એક પ્રકારનો ભય અને ધાક ઊભી થાય છે. કોઈપણ પ્રશ્નના હાર્દ સુધી પહોંચવામાં આડે આવતા તમામ અંતરાયો કે નગ્ન સત્યોનો પર્દાફાશ કરવાની ગજબની ક્ષમતા તેઓ ધરાવે છે. તેઓ ઘણા સારા વફાદાર મિત્રો બની શકે છે તેમ જ એવા જ દુશ્મનો પણ બનાવે છે. સ્વભાવગત ડંખીલાપણું હોવાથી બદલો કે વેર વાળવાની ભાવના ધરાવતા વૃશ્ચિક જાતકો તેમની સંમોહક નજર અને અખૂટ શક્તિથી તેમની આસપાસના લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરે છે.

ઉત્કટ લાગણી અને વર્ચસ્વની ભાવનાવાળા, કઠોર, ધગશ અને જુસ્સાવાળા તેમ જ નિષ્ઠાવાન વૃશ્ચિક જાતકો જિંદગીની લડાઈમાં પોતાની કુશાગ્ર બુદ્ધિ અને ધીરજ તથા રચનાત્મકતાના પ્રસંશનીય ગુણો સાથે આગળ વધે છે. તેઓ ન તો ટોળાંનાં માણસ છે અને ન સામાજિક, કે જેઓને બધા સાથે હળવા મળવાનું વધારે પડતું પસંદ હોય. સ્વભાવે દયાળુ કે જલદીથી પ્રસન્ન થઈ જાય તેવા પણ નથી હોતા. તેમ છતાં તેઓ સાચા હોય છે પરંતુ જો જરૂરિયાત ઊભી થાય તો દુશ્મનો સામે વેરવાળા માટે કાવતરૂં ઘડવા વ્યૂહરચના તૈયાર કરવામાં સારો એવો સમય ગાળે છે. તેઓ કોઈપણ કામ હેતુસર અને આંતરિક શક્તિ સાથે કરે છે. ગમે તેવી હાડમારી કે મુશ્કેલીઓ સહન કરવાની તેમનામાં ગજબની ક્ષમતા હોય છે. પરંતુ તેમની અંદર રહેલી માનસિક વિકૃતિના કારણે તેમણે જેમને ઘણા જતન અને પ્રેમથી પાળ્યા પોષ્યાં છે તેમને ખતમ કરી નાખવામાં પણ બે ઘડીનો વિચાર કરતા નથી. જો કે તેમને કોઈ માર્ગ વધારે સારો લાગે તો તેઓ બહુ સરળતાથી બદલી પણ શકે છે. તેમનું મોહક અને જોશીલું વ્યક્તિત્વ ઘણા લોકોને તેમની તરફ આકર્ષે છે.

વૃશ્ચિક જાતકો ઘણા સારા તબીબ કે સર્જ્યન બની શકે છે. આર્કિટેક્ટ કે મિકેનિક્સ તરીકે પણ તેઓ ઘણા સફળ થાય છે. યુદ્ધના મેદાનમાં કમાન્ડર તરીકે તેમ જ ફાઈન આર્ટ્સ, સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે આપને સફળ વૃશ્ચિક જાતકો જોવા મળશે. કીર્તિ, કલદાર અને સફળતા ત્રણે ય બહુ આસાનીથી તેમને મળે છે. બિઝનેસમાં પણ તેઓ પુષ્કળ નાણાં કમાવા માટે ચતુરાઈપૂર્વક નાણાં રોકવાની યોજનાઓ બનાવી શકે છે જેમાં પ્રમાણિકતા તેમના માટે બહુ મહત્વની નથી હોતી.

વૃશ્ચિક જાતકો કદાચ સૌથી રહસ્યમય હોય છે જેમને સમજવા ખૂબ અઘરા હોય છે. ખાવામાં વરણાગિયા હોવાથી તેમાં પસંદ-નાપસંદ ઘણી બધી હોય છે. તેમને મુક્ત રીતે વિચરવા જોઈએ છીએ અને જો કોઈ તેમના માર્ગમાં આડું આવી જાય તો મિજાજ ગુમાવે છે. પોતાને મળેલી તકોનો પૂરતો લાભ ઉઠાવવાની તેમનામાં આવડત હોય છે અને આજના નુકસાનને આવતીકાલની જીતમાં ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે.

ખૂબ જ રહસ્યમય હોવાથી વૃશ્ચિક જાતકો તેમની લાગણીઓ પ્રદર્શિત નથી કરી શકતા. તેમને પોતાના રહસ્યો બહુ સારી રીતે જાળવી રાખતા આવડે છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સ્પર્ધા કરવી તેમને ગમે છે અને દૃઢ નિર્ધાર, ધગશ તેમ જ પ્રેરણામાંથી તેઓ શક્તિ મેળવે છે.

ક્યારેય હાર ન માનનારા વૃશ્ચિક જાતકોમાં ઉત્કટ પ્રેમ અને વિષયાસક્તિ બંનેનું સંમિશ્રણ હોવાથી તેઓ આદર્શ પ્રેમી બની શકે છે. જેઓ એક વખત કોઈના જીવનમાં પ્રવેશી જાય તો તેમને ભૂલી જવાનું સામા પાત્ર માટે મુશ્કેલ બની જાય છે. પોતાના જીવનસાથીને અથવા પ્રિયપાત્રને શું જોઈએ છે તે તેઓ પોતાની જન્મજાત આંતરસૂઝથી જાણી શકે છે. પોતાના મોહક સૌંદર્યથી ઘણાને આકર્ષનારા આ જાતકો સાચો પ્રેમ અને માત્ર આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભાગ્યે જ પારખી શકે છે. તેઓ કોઈની પણ સાથે લાગણીનાં બંધનમાં ઓતપ્રોત થઈ જાય છે. વારસાગત સંપત્તિના અધિકારો પ્રત્યે સતત જાગરૂક વૃશ્ચિત જાતકો માટે વૃશ્ચિક ઉપરાંત કર્ક અને મીન જેવી જળ તત્વની રાશિઓના જાતકો આદર્શ જીવનસાથી પુરવાર થાય છે, કારણ કે તેઓ તેને વધારે સારી રીતે સમજી શકે છે. વૃશ્ચિક જાતકોનું ઘર આરામદાયક, સુખ-સગવડોવાળું અને સુંદર હશે પરંતુ સાદગીભર્યું હશે, કારણ કે તેમને ફર્નિચર કે સુશોભનની ભરમાર ગમતી નથી.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર