For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – મકર સુસંગતતા

વૃશ્ચિક અને મકર રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક અને મકર જાતકો તેમની મોટાભાગની લાક્ષણિકતાઓમાં ઘણી સામ્યતા ધરાવતા જોવા મળે છે. બંને જિદ્દી, હઠીલા, કિન્નાખોર અને શંકાશીલ સ્વભાવના હોય છે. બંને વ્યકિતઓ વચ્ચે ઘર્ષણ થવાની પણ શકયતા છે. વૃશ્ચિક જાતકો ખૂબ સંવેદનશીલ હોય છે, જ્યારે મકર જાતકો વ્યવહારૂ અને કઠોર હોય છે. આ બંનેની જોડી બહુ ઉત્કૃષ્ટ ન કહી શકાય. કારણ કે બંને ખૂબ બળવાન અને દૃઢનિશ્ચયી હોય છે. બંને જણાં એકબીજા પાસે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી હોતા. પરંતુ આર્થિક સુરક્ષાની વાતમાં બંને એકબીજા સાથે સહમતિ સાધી શકે છે. આ એક મુદ્દે તેઓ એકબીજા સાથે રહી શકે છે.

વૃશ્ચિક પુરુષ અને મકર મહિલા વચ્ચે સુસંગતતા
બંને રાશિના જાતકો પોતાની જવાબદારીઓ વિષે ખૂબ સભાન હોય છે અને આર્થિક બાબતોમાં પણ ખૂબ ગંભીર હોય છે. વૃશ્ચિક પુરુષમાં રહેલી અદેખાઇ અને કામપ્રચુરતા જેવી બાબતો મકર મહિલા સાથે સારા સંબંધો જાળવી રાખવામાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તે સ્ત્રી તેમાં સુરક્ષિતતા અનુભવે છે. તેઓ બંને વચ્ચે ખૂબ સારા વ્યાપારિક સંબંધો પણ જળવાઇ શકે છે, પરંતુ પ્રેમની બાબતમાં આ સંબંધોમાં સુમેળનો આધાર તેઓ પરસ્પર એકબીજાને કેટલા સમજી શકે છે, પરસ્પર કેટલો વિશ્વાસ અને નિષ્ઠા રાખી શકે છે, તેમજ એકબીજાની કેટલી કાળજી રાખી શકે છે તેના પર રહેલો છે.

વૃશ્ચિક સ્ત્રી અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા
મકર પુરુષ બુદ્ધિશાળી હોય છે અને તેઓ તેજસ્વી તાર્કિક સમજણશક્તિ ધરાવે છે. તેઓ મહત્વાકાંક્ષી અને સુદૃઢ હોય છે. વૃશ્ચિક સ્ત્રી દૃઢ નિશ્ચયી હોય છે. પરંતુ બહુ જ લાગણીશીલ હોય છે. ગાઢ પ્રેમથી તેઓ એકબીજા તરફ આકર્ષાય છે. તેઓ એકબીજાના આધાર અને સહાયક પણ બની શકે છે, પરંતુ તે માટે તેમણે એકબીજાની લાગણીઓ અને ભાવનાઓને આદર આપવો પડે. એકબીજા પાસેથી ઘણું શીખી શકે છે પરંતુ એકબીજા સમક્ષ ખુલ્લા મને વાત કરતા અને નિખાલસ બનતા ઘણો સમય લાગી જાય તેમ છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતોને અત્યારે પોતાની બૌદ્ધિક શક્તિ અને કાર્યમાં સર્જનાત્મકતાના કારણે ઉત્તર પરફોર્મન્સ આપવાની તક મળે અને તેમાં પણ ઉપરીઓનો સહકાર મળશે. કોઇપણ મહત્વના નિર્ણયો લેવા માટે શરૂઆતના બે દિવસ ઠીક નથી. વાહનો, બાંધકામ, સીમેન્ટ,…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પ્રેમસંબંધોની વાત કરીએ તો પ્રારંભિક ચરણમાં તે સંબંધોમાં અંતર અનુભવશો. પ્રેમીઓ એકબીજાને મળવાનો પ્રયાસ કરશે તો પણ તેમાં સફળતાના ચાન્સ ઓછા છે. પાછલા ચરણમાં કામકાજના કારણે તમે સંબંધોમાં ઓછુ ધ્યાન આપી શકો. વિવાહિતોને…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતના બે દિવસમાં તમને કોઇપણ ખર્ચ થવાની સંભાવના છે. તા. 20 અને 21ના રોજ ભાગ્યનો થોડો સાથ મળે પરંતુ નાણાં આવવામાં ઘણો વિલંબ તો થશે જ. આવકના નિયમિત સ્ત્રોતોમાંથી કમાણીની આશા રાખી શકો છો. કોઇપણ નવા રોકાણ સંબંધિત કાર્યોમાં…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીઓ જાતકોને શરૂઆતના બે દિવસમાં અભ્યાસમાં મજા નહીં આવે. આરોગ્યને લગતી કોઇ ફરિયાદના કારણે પણ અભ્યાસમાં ખેલલ આવી શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો માટે સપ્તાહનું મધ્યચરણ બહેતર છે. અભ્યાસ સંબંધિત મુસાફરી હાલમાં મુલતવી…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં ખાસ કરીને શરૂઆતમાં સ્વાસ્થ્યની કાળજી લેશો તો ઉત્તરાર્ધ વધુ સારી રીતે પસાર કરી શકશો. છતાં પણ, વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખતા તમારે, વધુ પડતું ભોજન લેવાના બદલે પ્રવાહી ચીજો લેવાનો આગ્રહ રાખવો. ત્વચાને લગતી ફરિયાદો વધી…

નિયતસમયનું ફળકથન