For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – કર્ક સુસંગતતા

વૃશ્ચિક અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

કર્ક જાતકો સંવેદનશીલ, કાળજીપૂર્ણ, મહત્વાકાંક્ષી અને દૃઢનિશ્ચયી હોય છે. વૃશ્ચિક અને કર્ક રાશિના દંપતી સાચા જીવનસાથી પુરવાર થઇ શકે છે. એવા ઘણા બધા સમાન ગુણો તેઓમાં છે જે તેમને બંનેને સંબંધોના બંધનમાં જકડી રાખવા માટે પૂરતા છે. વૃશ્ચિક જાતક હંમેશા કર્ક જાતકને સમર્થન આપે છે અને તેનો બચાવ કરે છે, બદલામાં કર્ક જાતક તેને પ્રેમ અને લાગણી આપે છે. જેની વૃશ્ચિક જાતકને ઘણા લાંબા સમયથી તલાશ હોય છે. બંને જણાં પરસ્પર પ્રબળ જાતીય આકર્ષણ ધરાવે છે. એમ છતાં વૃશ્ચિક જાતકોનું નબળું પાસું તેમનો પઝેસિવ અને ઇર્ષાળુ સ્વભાવ છે પરંતુ કર્ક જાતકો પોતાના પ્રેમ અને ઉદાર સ્વભાવથી બધુ સંભાળી લે છે.

વૃશ્ચિક પુરુષ અને કર્ક મહિલા વચ્ચે સુસંગતતા
કર્ક મહિલા વૃશ્ચિક પુરુષ માટે શ્રેષ્ઠ જીવનસંગીની પુરવાર થઇ શકે. વૃશ્ચિક પુરુષનો ગૂઢ રહસ્યમય સ્વભાવ અને સેકસ અપીલથી કર્ક મહિલા ચોક્કસ આકર્ષાય છે, અને તેના પ્રગાઢ પ્રેમમાં પડે છે. બળવાન અને વફાદાર વૃશ્ચિક પુરુષની છત્રછાયામાં કર્ક મહિલા પોતાને સલામત અને સુરક્ષિત અનુભવે છે. આ સંબંધમાં એકમાત્ર નબળી બાબત તેઓ બંનેની વધારે પડતી સ્વામિત્વની ભાવના અને વૃશ્ચિક પુરુષનો વહેમી શંકાશીલ સ્વભાવ છે. પરંતુ સંબંધોને સારા કઇ રીતે બનાવવા તે જો કર્ક મહિલા સમજી જાય તો અન્ય બાબતો તેમના સંબંધો આડે આવતી નથી.

વૃશ્ચિક મહિલા અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક મહિલા અને કર્ક વચ્ચેનો તાલમેલ અદ્ભુત અને લાંબો સમય ટકી રહેનારો હોય છે. વૃશ્ચિક સ્ત્રી ખૂબ નિષ્ઠાવાન હોય છે અને પુરુષ જે ઇચ્છે તે સર્મિપત કરવા તૈયાર હોય છે. બંને રાશિઓ એકબીજાની પૂરક બને છે. વૃશ્ચિક સ્ત્રી કર્ક પુરુષને ઊંચાઇઓ સર કરવા તેમજ શાંત અને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે. જો કે વૃશ્ચિક સ્ત્રી ઇર્ષાખોર હોય છે અને તે કર્ક પુરુષને અન્ય સ્ત્રીઓથી સુરક્ષિત રાખે છે. પુરુષ પણ પોતાની સ્ત્રી પ્રત્યે ઘણો પઝેસિવ હોય છે. કર્ક પુરુષ ઘણો લાગણીશીલ હોય છે, નજીવી બાબતોને બાદ કરતાં આ દંપતી ખૂબ સારી રીતે જીવન વ્યતીત કરે છે.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જે તમે કામકાજમાં નવું સાહસ કરવા માંગતા હોવ, નવી નોકરી શોધી રહ્યાં હોવ અથવા નવી નોકરીમાં જોડાવાનું હોય, કામકાજ અર્થે ક્યાંક મુસાફરી કરવાની હોય તો તેમાં વિલંબ આવી શકે છે. સ્થાનિક સ્તરે પણ સરકારી અને કાયદાકીય બાબતોથી થોડા અવરોધો…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ દરમિયાન મોટાભાગના સમયમાં તમારું મન રોમેન્ટિક વિચારોમાં રહેશે. જોકે, સાથે સાથે સંબંધોમાં તમારી ઉગ્રતા તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જો પહેલાથી સંબંધોમાં હોવ તો, તમારા સાથી પ્રત્યે વિનમ્રતા રાખતા શીખવું પડશે….

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી આવકનું પલ્લું ભારે રહેશે પરંતુ સરકારી અથવા કાયકાદીય બાબતોમાં ખર્ચ આવે, ટેક્સ- સબસિડી વગેરે ફાયદા અટકે અથવા પૈતૃક મિલકતોમાંથી મળતા લાભોમાં થોડા નિરાશ થાવ તેવું બની શકે છે. જો યોગ્ય રીતે નાણાંનુ આયોજન હશે તો આ સમય…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને આ સપ્તાહે અભ્યાસમાં રુચિ રહેશે પરંતુ તમારું મન વારંવાર ઈતરપ્રવૃત્તિઓમાં પરોવાય જેથી અભ્યાસમાં ખલેલ પડી શકે છે. જો, કોઇપણ પ્રકારની ટેસ્ટ આપવાની હોય તો, જરાય ઉતાવળ કરવી નહીં. બીજાના પરિણામો જોઇને તમે અવિચારી…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે મોટાભાગે તમે ચુસ્તિ-સ્ફુર્તિનો અહેસાસ કરશો પરંતુ બ્લડપ્રેશર, કરોડરજ્જુની તકલીફ, કમરમાં દુખાવો, હૃદયના ધબકારામાં અનિયમિતતા, આંખોમાં બળતરા, માઈગ્રેન, દાંતમાં દુખાવો, જીભ અથવા ગળાને લગતી કોઇ સમસ્યા હોય તેમને આ સપ્તાહે…

નિયતસમયનું ફળકથન