For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ – કુંભ સુસંગતતા

વૃશ્ચિક અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

ગણેશજીના મતે વૃશ્ચિક અને કુંભ વચ્ચે બહુ સારો સુમેળ રહી શકતો નથી. સિવાય કે તેઓ તેમના સંબંધોમાં એકબીજાને થોડોક અવકાશ આપે. કુંભ જાતકો બહુ સરળતાથી ઉશ્કેરાઇ જાય છે, ચીડાઇ જાય છે. વૃશ્ચિક જાતકો પ્રભુત્વ ધરાવનારા હોય છે અને કુંભ જાતકોના વારંવાર બદલાતા અને સ્વતંત્ર મિજાજને સહન કરી શકતા નથી. વૃશ્ચિક જાતકો સામા પાત્ર પાસેથી ભાવનાત્મક અપેક્ષાઓ પણ વધારે રાખતા હોય છે, અને કુંભ જાતકોને તેમની અપેક્ષાઓ પૂરી કરવી અઘરી લાગે છે. એક માત્ર શારીરિક સંબંધ જ આ બંને રાશિના જાતકોને સાથે રાખી શકે છે.

વૃશ્ચિક પુરુષ અને કુંભ સ્ત્રી જાતક વચ્ચે સુસંગતતા
કુંભ સ્ત્રી જાતકને બહારની પ્રવૃત્તિઓમાં આનંદ મળે છે. જ્યારે વૃશ્ચિક પુરુષ પોતાની સ્ત્રી ગૃહકાર્ય અને ઘરને લગતી પ્રવૃત્તિઓ પર વધારે ધ્યાન આપે એમ ઇચ્છે છે. તેઓ બંને વચ્ચે હંમેશા ઝઘડા થયા કરશે, પરંતુ કુંભ સ્ત્રી પોતાના કાળજીભર્યા અને દયાળુ સ્વભાવથી આ સંબંધને કંઇક અંશે હળવા અને સરળ બનાવવાનો પ્રયાસ કરશે. આ બંને જણા શાંતિપૂર્વક તેમનું જીવન પસાર કરવું શકય બને કે કેમ તે અંગે ગણેશજી આશ્ચર્ય અનુભવે છે. આ યુગલ એકબીજા માટે નથી બન્યું એમ કહી શકાય.

વૃશ્ચિક સ્ત્રી અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે તેવો સંભવ છે, કારણ કે કુંભ પુરુષના સ્વભાવનો રંગ કયારે બદલાય તે પારખવું અઘરૂં છે, તથા વૃશ્ચિક સ્ત્રી પણ બહુ જ લાગણીશીલ અને અપેક્ષાઓ રાખનારી હોય છે. તેઓ પોતાના શબ્દોને બહુ દૃઢતાપૂર્વક વળગી રહે છે. તે પોતાના જોડીદાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે, અને જો તે પૂરી ન થાય તો આ સંબંધોમાં ઉતાર-ચડાવ આવે છે. આ સંબંધને સફળ બનાવવા માટે વૃશ્ચિક મહિલા જાતકે પોતાનો મિજાજ ઠંડો રાખવો જોઇએ, અને પુરુષ જેવો છે તે જ સ્વરૂપમાં તેને સ્વીકારવો જોઇએ, અને તેની પાસેથી વધારે અપેક્ષાઓ ન રાખવી જોઇએ. બીજી તરફ પુરુષે પણ સ્ત્રીને ખુશ રાખવા માટે સમાધાન કરવા જોઇએ.

વૃશ્ચિક વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતો તેમના વિચારોમાં નવીનતા દ્વારા તેમની પ્રગતિનો માર્ગ ઘડી શકશે. ભાગીદારીના કાર્યોમાં પણ આગળ વધી શકશો. નવા કરારોની સંભાવના છે. જોકે, મશીનરી, ટેકનિકલ કાર્યો, કૃષિ અને તેને લગતા કાર્યો, રીઅલ એસ્ટેટ, બાંધકામને લગતી ચીજોના…

વૃશ્ચિક પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

તમારા પ્રેમસંબંધો અને દાંપત્યજીવનનું સુખ અત્યારે મધ્યમ રહેશે. તમારી વચ્ચે ખટરાગની શક્યતા નથી પરંતુ એકબીજા માટે ઉત્કટ પ્રેમની લાગણી પણ નહીં હોય. તમે અત્યારે એકબીજાને સમર્પિત રહીને પોતાની ફરજ અદા કરવાનો પ્રયાસ કરશો. જોકે, જાતીય…

વૃશ્ચિક આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક બાબતોમાં સાચવવા જેવો સમય છે. શરૂઆતમાં તમે મોજશોખમાં અને નિજાનંદ પાછળ ખર્ચ કરશો. કદાચ આત્મનિખાર માટે પણ ખર્ચ કરો તેવી સંભાવના છે. અત્યારે તમારી આવક ઘણી મર્યાદિત, ધીમી અને અનિશ્ચિત છે અને સપ્તાહના મધ્યમાં ઉઘરાણી અથવા અન્ય…

વૃશ્ચિક શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

અભ્યાસમાં આગળ વધવા માટે સમય આપની તરફેણમાં છે પરંતુ સપ્તાહના મધ્યમાં કારકિર્દીને અનુલક્ષીને કોઇ મહત્વનો નિર્ણય લેવાનો હોય અથવા પ્રવેશ સંબંધિત કામકાજ હોય તો મુલતવી રાખવા. નજીકના અંતરે સ્ટડીટૂરના આયોજન માટે છેલ્લા ચરણમાં…

વૃશ્ચિક સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સમયમાં સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. શરૂઆત સારી રહે પરંતુ મધ્યથી થાક અને સુસ્તિ વધશે. સ્નાયુઓમાં દુખાવો, શરીર જકડાઇ જવું અથવા ગરમીના પ્રકોપથી થતી વિવિધ સમસ્યાઓ તમને ઘેરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી અત્યારે વધુ ભારે ભોજન…

નિયતસમયનું ફળકથન