For Personal Problems! Talk To Astrologer

ધન રાશિ

ધન જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
ધન જાતકોનું શરીર સૌષ્ઠવ ઘણું મજબૂત અને સુડોળ હોય છે. ઊંચાઈ સારી હોય. તેમના શરીરના પ્રમાણમાં હાથ-પગ લાંબા હોય છે. તેમના ચહેરાના હાવભાવ બદલાતા રહે છે. નિખાલસ અને મુક્ત અભિવ્યક્તિ તથા આનંદી મુદ્રા એ તેમની ખાસિયત છે. ધન જાતકોના માથાનો આકાર ઘણો સારો હોય છે.વાળ ઘાટા હોય. આંખો તેજસ્વી અને આકર્ષક હોય છે તેમ જ આંખની કીકીનો રંગ ખુલ્લો હોય છે. ધન જાતકોનું નાક સામાન્યપણે મોટું હોય છે અને હાસ્ય અશ્વના હણહણાટ જેવું હોય છે. ખાસ કરીને ઉપરની હરોળના દાંત મોટા હોય છે. આપનો કંઠ કર્ણપ્રિય હોય છે તથા શારીરિક હલનચલનમાં ચંચળતા વર્તાઈ આવે છે.

સ્વાસ્થ્યઃ
ધન જાતકોનું સ્વાસ્થ્ય એકંદરે ઘણું સારૂં રહે છે,ખાસ કરીને જીવનના શરૂઆતના વર્ષોમાં, પરંતુ મોટી ઉમરે તેમને લીવરના દર્દો થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત તેમને થાપા, સાથળ, ધમની, મજ્જાતંત્ર, આંતરડા અને પગની સમસ્યાઓ પણ થઈ શકે છે. વધારે કેલરીવાળો ખોરાક અને મદ્યપાન તેમણે ટાળવા જોઈએ. ઉતાવળે વાહન ચલાવવાની ટેવ છોડવી જોઈએ કારણ કે અકસ્માત થવાની શક્યતા છે. તેમણે સમયાંતરે આરામ કરી લેવાની પણ જરૂર છે.

સૌંદર્ય ટીપ્સઃ
ધન જાતકોએ સ્પોર્ટી અને રંગીન કપડાં વધારે પસંદ કરે છે કારણકે તેવા કપડાં તેમના ખડતલ શરીર પર વધારે શોભે છે અને વ્યક્તિત્વને ઉભાર આપે છે. તેમની ચાલ જોશીલી હોય છે જેને ધીમી ન પડવા દેશો. હળવા દાગીના આપના સૌંદર્યમાં વધારો કરી શકે છે. ટૂંકા અને નાના દાગીનાથી પણ આપ સુંદર દેખાઈ શકો છે. ટી શર્ટ, લેગિંગ્સ, જીન્સ વગેરે પોષાકો તેમને ઘણા શોભે છે.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
ધન જાતકોનું લીવર નબળું હોવાથી તે સ્વસ્થ રહે તેવા ખાદ્યપદાર્થો લેવા જરૂરી છે.જરદાળુ, સફરજન, જવ, કાચા ઈંડા, સ્ટ્રોબેરી, ફળો અને શાકભાજીની છાલ, ખજૂર, ચેરી, ટામેટા, લીલા શાકભાજી,ઓટ અને મકાઈ લઈ શકાય. મસાલેદાર ખોરાક, શરાબ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.

આદતોઃ
ધન જાતકોને કોઈપણ આદત પડતા ઘણી વાર લાગે છે, પરંતુ એક વાર જો કોઈ આદત પડી જાય તો તેમાંથી છૂટતા ઘણી વાર લાગે છે. બીજી એક આદત એ છે કે લોકો સમક્ષ સત્ય બોલે તે પણ ઘણું કડવી ભાષામાં બોલે જેના કારણે લોકોની લાગણી દુભાય છે. તેમણે તેમની આ આદત છોડવી જોઈએ અને પોતાની વાત સૌમ્યતાથી બીજાને કહેતા શીખવું જોઈએ. મજ્જાતંત્ર પર અસર કરતી આદતોથી આપને દૂર રહેવાની સલાહ છે.

ધન સાપ્તાહિક ફળકથન – 28-06-2020 – 04-07-2020

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર