For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2019)

વર્ષારંભે સ્‍ત્રીવર્ગ પ્રત્‍યે આપ વધુ સંવેદનશીલ બનશો. તમારામાં વિજાતીય આકર્ષણ સારું રહેશે પરંતુ તેના કારણે તમે કોઈ અનૈતિક સંબંધો તરફ ના વળો તેનું પણ ધ્યાન રાખવું પડશે. જીવનસાથીની ચિંતાથી મનમાં ઉદ્વેગ રહે. જીવનસાથીના આરોગ્‍ય વિષેની ચિંતા સતાવશે. અવિવાહિત જાતકોને તેમની મંઝિલ હવે નજીક લાગશે. સ્‍ત્રી મિત્રો માટે ખર્ચ થવાની શક્યતા છે પરંતુ સંબંધોમાં આગળ વધવા માટે તમે કરેલા આ ખર્ચથી તમને મનોમન કોઈ અફસોસ નહીં હોય. વિજાતીય પાત્ર તરફ આકર્ષણ વધુ રહે અને તેમની સાથે મિલન- મુલાકાત સંભવે. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમે કામકાજના સ્થળે પણ વિજાતીય પાત્રો સાથે નીકટતા વધારો તેવી સંભાવના છે. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્ર મળી રહે. દાંપત્‍યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો. વર્ષના મધ્યમાં આપ દાંપત્યજીવનનું સુખ તો માણશો પરંતુ તમારું ધ્યાન પ્રોફેશનલ બાબતો પર વધુ રહેશે માટે જીવનસાથીને પૂરતો સમય ના ફાળવો તેવું પણ બની શકે છે. વર્ષના અંતિમ ચરણમાં પણ તમે વિજાતીય આકર્ષણ વધુ ધરાવશો. પ્રેમસંબંધોમાં નવી શરૂઆત કરવા માટે તબક્કો સારો છે પરંતુ એપ્રિલ મહિના પછી તમારે પારસ્પરિક વિશ્વાસ વધારવો પડશે અન્યથા સંબંધોમાં ભંગાણ થતા વાર નહીં લાગે.
#

Trending (Must Read)

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

ધન માસિક ફળકથન – Oct 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન