For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2019)

વર્ષના આરંભમાં એકંદરે તમારી તંદૂરસ્‍તી સારી રહેશે અને ચુસ્તિ સ્ફૂર્તિ સાથે કામ કરીને તમે આગળ વધશો પરંતુ પહેલા મહિનામાં ખાસ કરીને જેઓ ત્વચાને લગતી સમસ્યા, એલર્જી અને ચેતાઓને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે સાવચેતી રાખવી જરૂરી છે. ફેબ્રુઆરીમાં તમારા ચહેરાનું તેજ વધી શકે છે. તમે કદાચ સૌંદર્ય અને પર્સનાલિટિ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કોઈ ટ્રીટમેન્ટ લો તેવી પણ શક્યતા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં દાંતમાં દુખાવો થઈ શકે છે પરંતુ ત્યારપછી રાહત થશે. વર્ષના મધ્યમાં ખાસ કરીને ગરમીજન્ય રોગો, આગ અથવા વીજકરંટથી દાઝવું વગેરે સંભાવના છે. વિવાહિતોને સંતાનો કે જીવનસાથીના આરોગ્‍ય વિષેની ચિંતા સતાવશે. પેટને લગતી બીમારીઓ, ઉપરાંત કફ કે સંધિવાથી તકલીફ થાય. વર્ષના મધ્યમાં પ્રવાસમાં વિઘ્નો આવવાની શક્યતા હોવાથી પ્રવાસનું આયોજન ટાળવું. માનસિક તણાવની સ્વાસ્થ્ય પર સીધી અસર પડશે. શક્ય હોય તો નજીકના દેવસ્થાને જઈ થોડો સમય એકાંતમાં બેસવાથી, અથવા ઈશ્વરનું ધ્યાન ધરવાથી આપ ખુશમિજાજ રહેશો. વર્ષના અંતિમ ચરણમાં ખાસ કરીને દૂરના અંતરની મુસાફરી વખતે તમારે ઈજા અથવા કોઈ વિપરિત સ્થિતિઓથી સંભાળવું પડશે.

ધન સાપ્તાહિક ફળકથન – 15-12-2019 – 21-12-2019

ધન માસિક ફળકથન – Dec 2019

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન