For Personal Problems! Talk To Astrologer

ધન વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2020)

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહની શરૂઆતમાં તમે ઉત્સાહ સાથે આગળ વધશો અને કેટલાક મહત્વના કાર્યો પાર પાડી શકો પરંતુ નિર્ણયો લેવામાં સાચવવું. આ વર્ષમાં તમારે પ્રોફેશનલ મોરચે ઉત્સાહ જાળવી રાખવો આવશ્યક છે જેથી તમારા કાર્યોમાં તમે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરો અને અપેક્ષિત ફળ આપી શકો. આ વર્ષમાં તમારે વિચારોમાં થોડા વ્યવહારુ બનવું પડશે કારણ કે બીજાના ભરોસે કામ છોડી દેવાથી હવે ચાલે તેમ નથી. ખાસ કરીને ભાગીદારીના કાર્યો તેમજ જ્યાં ટીમવર્કમાં કામ થતું હોય ત્યાં વધારે સાચવવું પડે તેમ છે. ભાગીદાર જોડે કોઇપણ આર્થિક લેવડદેવડમાં લેખિત નોંધ રાખવી અન્યથા મનદુઃખ થઇ શકે છે. નોકરિયાતો માટે છેલ્લા બે મહિનામાં પરિવર્તનકારી તબક્કો આવી શકે છે. જોકે, છેલ્લા ચરણમાં તમે વિરોધીઓને મ્હાત કરી શકશો. આ સમયમાં તમે નવી તકો શોધવા માટે વધુ સક્રિય થશો જેના કારણે નવા નવા લોકો સાથે મુલાકાતની શક્યતા વધી જશે. આવી સ્થિતિમાં તમે નિયમિત કામમાં ઓછુ ધ્યાન આપશો માટે લાંબાગાળાના લક્ષ્યો પર અગાઉથી કામ કરવાની સલાહ છે.
#

Trending (Must Read)

ધન સાપ્તાહિક ફળકથન – 28-06-2020 – 04-07-2020

ધન માસિક ફળકથન – Jul 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર

વધુ જાણો ધન