For Personal Problems! Talk To Astrologer

ધન – કન્યા સુસંગતતા

ધન અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

કન્યા જાતકોના સતત ટીકાત્મક સ્વભાવથી તરંગી સ્વભાવ ધરાવતા ધન જાતકો કંટાળી જાય તેવી શક્યતા છે. ધન જાતકો ઘણાં ઉત્સાહી, તરંગી અને અણસમજુ હોય છે, તેઓ સંબંધના મહત્વને સમજી શકતા નથી જ્યારે કન્યા જાતકો પરિસ્થિતિને વ્યાપક અર્થમાં સમજે છે. જો તેઓ એકબીજાનાં નિર્ણયોનો આદર કરવાનું શીખે તો આ સુસંગતતા ઘણી સારી સાબિત થાય છે. પારસ્પરિક સમજણ અને ભૂલો માફ કરી દેવાનો સ્વભાવ ચોક્કસ તેમનો સંબંધ લાંબો સમય સુધી જાળવી રાખવા માટે મદદ કરશે.

ધન પુરુષ અને કન્યા સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ જોડી વચ્ચે સુસંગતતા સ્થપાવી ઘણી અઘરી છે કારણ કે તેઓ એકબીજાથી તદ્દન વિરૂદ્ધ હોય છે. આ સંબંધમાં પુરુષ ઘણો રંગીન મિજાજી હોય છે જેને હંમેશા સ્ત્રીઓનો સાથ માણવો ગમે છે. તેનો ઘમંડી સ્વભાવ સ્ત્રીની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે કારણ કે સ્ત્રી તેમના સંબંધ અંગે ગંભીર અને વ્યવહારૂ હોય છે. જો પુરુષ પોતાની તરફનો દ્રષ્ટિકોણ બદલી શકે તો જ આ સંબંધ સફળ થઇ શકે , પરંતુ જો સ્ત્રી પુરુષ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે તો પુરુષ ખોટા રસ્તે જાય તેવી પણ શક્યતા છે.

ધન સ્ત્રી અને કન્યા પુરુષ વચ્ચે સુસંગતતા
કન્યા રાશિનો પુરુષ અંતર્મુખી હોય છે અને જીવનને સંપૂર્ણ રીતે માણવામાં નિષ્ફળ રહેતો હોય છે. તેનાથી વિરૂદ્ધ ધન રાશિની સ્ત્રી જીવનની દરેક ક્ષણને માણે છે. સ્ત્રી પુરુષનો બેજવાબદાર, અવિચારી અને મનસ્વી સ્વભાવ સહન કરી શકતી નથી, જ્યારે પુરુષ સ્ત્રીના બહિર્મુખી સ્વભાવથી ત્રાસ અનુભવે છે. આ સંબંધ લાંબો સમય ટકી શકે તેવી સુસંગતતા ધરાવતો નથી પણ જો તેઓ થોડું સમાધાન કરવા તૈયાર થાય તો તેમાં ચિંતા કરવા જેવુ નથી. સુસંગતતા જાળવી રાખવા માટે તેમણે ઘણી અપ્રસ્તુત સમસ્યાઓનો ઉકેલ લાવવો પડે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાય માટે આ સપ્તાહ સારું જણાઈ રહ્યું છે. કર્મ સ્થાનમાં સૂર્ય તેમજ મંગળની યુતિ અને લાભ સ્થાનમાં બુધ અને શુક્રની યુતિ આપને અનેક પ્રકારે લાભ અપાવશે. મશીનરી, કૃષિ, સરકારી વિભાગો સાથેના કામકાજો વગેરેમાં આપ ઉત્તમ પ્રગતી કરી શકશો….

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે સપ્તાહનો પૂર્વાર્ધનો સમય આપના માટે સાનુકૂળ રહેશે કારણ કે ચંદ્રની શુભ સ્થિતિ ઉપરાંત અગિયારમાં ભાવમાં રહેલા શુક્રની પંચમ સ્થાન પર દૃષ્ટિ હોવાથી આપ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો તેમજ કોઈ વ્યક્તિ આપની તરફ…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પહેલા દિવસે પારિવારિક અથવા વ્યવહારિક ખર્ચ માટે તૈયાર રહેવું પડશે જેમાં ખાસ કરીને તહેવારોને અનુલક્ષીને ખરીદી, ઘરમાં સજાવટ અથવા તેવા કોઇ અન્ય ખર્ચ હોઇ શકે છે. આ ઉપરાંત કોઇ સામાજિક પ્રસંગોમાં પણ ખર્ચ થઇ શકે છે. જોકે,…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શૈક્ષણિક બાબતોમાં આ સપ્તાહે આપને ઘણી રુચિ રહેશે. સપ્તાહના પૂર્વાર્ધમાં આપ વાંચન વધારો અથવા કંઈક નવું શીખવાનો પ્રયાસ કરશો. તમારા વાંચનમાં અત્યારે નવીનતા પણ આવશે. જોકે, શક્ય હોય ત્યાં સુધી ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યમાં હાલમાં અચાનક કોઈ મોટો ફેરફાર નહીં થાય. જેમનું સ્વાસ્થ્ય સારું છે તેઓ સ્વાસ્થ્ય બાબતે હજુ પણ સજાગ રહેશે અને કોઇ મોટી બીમારીના ભોગ બનો તેવી શક્યતા જણાતી નથી. જોકે, પહેલાથી બીમાર છે તેમણે સારવારમાં ગાફેલ રહેવું નહીં….

નિયતસમયનું ફળકથન