For Personal Problems! Talk To Astrologer

ધન – વૃશ્ચિ સુસંગતતા

ધન અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

વૃશ્ચિક જળતત્વનું અને ધન અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરતી રાશિ છે. જ્યારે વૃશ્ચિક અને ધન જાતકો એકબીજાને મળે છે ત્યારે તેમની વચ્ચેનો સંબંધ ઘણો ઉત્તેજક અને પ્રેરણાદાયી હોય છે. ધન જાતકો ઘણાં તોફાની, સાહસિક અને વાતોડિયા હોય છે. તેઓ વૃશ્ચિક જાતકોના જીવનમાં રસ ઉમેરી શકે છે. સામે પક્ષે, વૃશ્ચિક જાતકો ઘણાં ભરોસાપાત્ર પ્રેમી અને મજબૂત તેમજ મહત્વકાંક્ષી હોય છે. ધન જાતકો સંબંધને સરળતાથી લે છે પણ વૃશ્ચિક જાતકો સંબંધ માટે ઘણાં ગંભીર હોય છે.

ધન પુરુષ અને વૃશ્ચિક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સ્ત્રી ઘણી લાગણીશીલ હોય છે અને સતત પ્રેમ ઝંખતી હોય છે. પુરુષ ઘણી સારી રીતે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી શકે છે જ્યારે સ્ત્રી છુપાવીને રાખે છે. તેના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને છેવટે તેમના સંબંધનો અંત આવે છે. વૃશ્ચિક રાશિની સ્ત્રીનાં માલિકીભાવ અને ઇર્ષાવાળા સ્વભાવને કારણે પુરુષ તેનાથી દૂર રહે છે. સંબંધને ટકાવી રાખવા માટે તેમને વૈચારિક આપ-લેના અંતર અને બીજી ખામીઓને દૂર કરવી જોઇએ. તેઓ બંને એક થાય તે મોટેભાગે શક્ય નથી કારણ કે પાણી અને અગ્નિ ક્યારેય એક થઇ શકતા નથી પણ ગણેશજી એમ પણ માને છે કે કશું જ અશક્ય નથી.

ધન સ્ત્રી અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા
ધન રાશિની સ્ત્રી ઘણી નિખાલસ અને ઉદાર હોય છે. તેને વૃશ્ચિક રાશિના પુરુષની શક્તિ અને પ્રતિબદ્ધતા ઘણી આકર્ષે છે. તેઓ બંને સાહસિક પ્રવૃત્તિને માણે છે. આ યુગલ એકબીજાનો સંગાથ માણે છે અને તેઓ ઘણો ઉત્તેજક સંબંધ બનાવી શકે જો પુરુષ સ્ત્રીને સ્વતંત્રતા આપે. પુરુષને આ સ્ત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને જો સ્ત્રી તેની બધી ઇચ્છાઓ પુરી કરી શકે તો તેઓ લાંબો સમય ટકી રહે તેવો સંબંધ માણી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાય માટે આ સપ્તાહ સારું જણાઈ રહ્યું છે. કર્મ સ્થાનમાં સૂર્ય તેમજ મંગળની યુતિ અને લાભ સ્થાનમાં બુધ અને શુક્રની યુતિ આપને અનેક પ્રકારે લાભ અપાવશે. મશીનરી, કૃષિ, સરકારી વિભાગો સાથેના કામકાજો વગેરેમાં આપ ઉત્તમ પ્રગતી કરી શકશો….

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો માટે સપ્તાહનો પૂર્વાર્ધનો સમય આપના માટે સાનુકૂળ રહેશે કારણ કે ચંદ્રની શુભ સ્થિતિ ઉપરાંત અગિયારમાં ભાવમાં રહેલા શુક્રની પંચમ સ્થાન પર દૃષ્ટિ હોવાથી આપ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો તેમજ કોઈ વ્યક્તિ આપની તરફ…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પહેલા દિવસે પારિવારિક અથવા વ્યવહારિક ખર્ચ માટે તૈયાર રહેવું પડશે જેમાં ખાસ કરીને તહેવારોને અનુલક્ષીને ખરીદી, ઘરમાં સજાવટ અથવા તેવા કોઇ અન્ય ખર્ચ હોઇ શકે છે. આ ઉપરાંત કોઇ સામાજિક પ્રસંગોમાં પણ ખર્ચ થઇ શકે છે. જોકે,…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

શૈક્ષણિક બાબતોમાં આ સપ્તાહે આપને ઘણી રુચિ રહેશે. સપ્તાહના પૂર્વાર્ધમાં આપ વાંચન વધારો અથવા કંઈક નવું શીખવાનો પ્રયાસ કરશો. તમારા વાંચનમાં અત્યારે નવીનતા પણ આવશે. જોકે, શક્ય હોય ત્યાં સુધી ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યમાં હાલમાં અચાનક કોઈ મોટો ફેરફાર નહીં થાય. જેમનું સ્વાસ્થ્ય સારું છે તેઓ સ્વાસ્થ્ય બાબતે હજુ પણ સજાગ રહેશે અને કોઇ મોટી બીમારીના ભોગ બનો તેવી શક્યતા જણાતી નથી. જોકે, પહેલાથી બીમાર છે તેમણે સારવારમાં ગાફેલ રહેવું નહીં….

નિયતસમયનું ફળકથન