For Personal Problems! Talk To Astrologer

ધન – ધન સુસંગતતા

ધન અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

ધન જાતકો સ્વતંત્રતા પસંદ કરતા પંખીડાઓ છે, જેમને નવી જગ્યાઓ શોધવી, આનંદ માણવો અને મોજમજા કરવી ગમે છે. તેમને પાર્ટીમાં જવાનું અને નવા લોકોને મળવાનું ગમે છે. પણ આ સંબંધનું નબળુ પાસું એ છે કે ધન જાતકોનું આખાબોલું વલણ કેટલીક વાર લોકોને દુઃખ પહોચાડે છે, જોકે આવુ તે ઇરાદાપૂર્વક નથી કરતા. તેઓ સ્વભાવે નિર્દોષ હોવાથી બીજાની ટીકા તેઓ યાદ નથી રાખતા. જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે જો તેઓ થોડા ચતુર અને વ્યવહારૂ બને તો તેમના પ્રણય જીવનમાં ઉમેરો થઇ શકે છે.

ધન પુરુષ અને ધન સ્ત્રી વચ્ચે સુસંગતતા
ધન જાતકો પોતાની રાશિની વ્યક્તિ સાથે સારી રીતે ભળી જાય છે. તેમના પ્રેમ, સાહસ અને મોજ-મસ્તી દ્વારા તેમની સુસંગતતામાં વધારો થાય. તેમને નવી જગ્યાઓ શોધવી અને નવા લોકોને મળવું ગમે છે. હંમેશા ફરતા રહેવાથી તેઓ જીવનને જીવંત બનાવીને માણે છે. જો તેઓ જીવનમાં નવા ધ્યેય સુધી પહોચવા માંગતા હોય તો તેમણે થોડી ગંભીરતા કેળવવી પડશે. તેમણે ધ્યાન રાખવું પડશે કે સ્વતંત્રતાનો તેમનો જુસ્સો તેમને એકબીજાથી દૂર ન કરી દે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક બાબતોમાં આ સપ્તાહે તમે સક્રિય રહેશો પરંતુ ખાસ કરીને શેરબજાર, કોમોડિટી, ટ્રેડિંગ કે ટુંકાગાળાના લે-વેચ સંબંધિત કામકાજમાં જોડાયેલા જાતકોને વિશેષ તકેદારી રાખવી. કોઈપણ નિર્ણય લેવામાં અવિચારી ઉતાવળ ના કરવી. સરકારી…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના સંબંધો યથાવત સ્થિતિમાં રહેશે. દૂરના અંતરે તમારા પ્રિયપાત્ર વસતા હશે તો બહેતર કમ્યુનિકેશન દ્વારા તમારા વિચારોમાં તમે સામ્યતા લાવી શકશો પરંતુ વિવાહિતોને અત્યારે સંબંધોમાં પોતાના સાથીને વધુ અવકાશ આપવો પડે….

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતમાં આપ સારી એવી આર્થિક કમાણી કરી શકશો. આપના કોઈ અટકેલા કામ હવે પાર પડવાથી નાણાં છુટા થાય. જુની ઉઘરાણી કે બિલ બાકી હોય તેવા વ્યાપારીઓને પણ પૈસા છુટા થતા આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. હાલમાં સરકારી અને કાયદાકીય…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ વિદ્યાભ્યાસમાં ઈચ્છિત સફળતા મેળવવા માટે એક નક્કર આયોજન સાથે આગળ વધશો. આપ સપ્તાહના મધ્યમાં કોઈ ચોક્કસ વિષયને સમજવા માટે તેમાં ઊંડા ઉતરશો. યાદશક્તિ કે એકાગ્રતાની થોડી ફરિયાદ રહે પરંતુ નિયમિત મેડિટેશનથી લાભ થશે….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપનું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઈ રહેશે પરંતુ ખાસ કરીને જેમને સાંધાની કે પગની પીડા, સાઈટિકાની સમસ્યા છે, તેમજ હૃદયના ધબકારાની અનિયમિતતા, આંખોમાં બળતરા અને બ્લડપ્રેશરની સમસ્યા તેમજ કમરમાં દુખાવો હોય તેમને વિશેષ…

નિયતસમયનું ફળકથન