For Personal Problems! Talk To Astrologer

ધન જાતકોના સંબંધો

ધન જાતકોના સંબંધો

ધન જાતકો મિત્ર તરીકેઃ
આપ ઉદાર અને મદદકર્તા મિત્ર છો. આપ દેખીતી રીતે સારા લોકો સાથે જ મૈત્રી કરો છો. મિત્રો આપની સલાહને અનુસરે છે અને તેનો તેમને લાભ પણ થાય છે. મૈત્રિમાં આપની અંતઃસ્ફુરણા ઘણી કામ કરે છે.

ધન જાતકો માતા તરીકેઃ
ધન રાશિ ધરાવતી માતાઓને સંભવતઃ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ બની શકે છે. આપને ખરેખર સંતાન જોઈએ છે કે નહીં તે બાબતે અગાઉથી નિર્ણય લેવો જોઈએ. આપ ખુશ રહેવા માટે દાંપત્યજીવન કે માતૃત્વથી વિશેષ કંઈક ઈચ્છો છો. જો આપ એક વખત માતા બનવાનો પાક્કો નિર્ધાર કરી લેશો તો પછી વાંધો નહીં આવે. ત્યારબાદ આપ સંતાનનો ઉછેર પણ સારી રીતે કરી શકશો.

ધન જાતકો પિતા તરીકેઃ
ધન રાશિ ધરાવતા પુરુષો તેમના સંતાનોના સંગાથનો ભરપૂર આનંદ માણે છે. સંતાનો જ્યારે નાના હોય ત્યારે આપ તેના પ્રત્યે થોડું કડક વલણ અપનાવશો. બહારની દુનિયામાં વિચરવાનું પસંદ કરતા હોય તેવા ધન જાતકો તેમના સંતાનોને ઘોડેસવારી જેવી પ્રવૃત્તિઓમાં રસ લેવા માટે દબાણ કરતા જોવા મળે છે. સંતાનોની કિશોરાવસ્થા દરમ્યાન તેમની સાથેના આપના સંબંધો પૂર બહારમાં ખીલે છે.

ધન સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર