For Personal Problems! Talk To Astrologer

ધન – મીન સુસંગતતા

ધન અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને જાતકો આનંદી વ્યક્તિત્વ ધરાવે છે અને રોમાન્સ હંમેશા તેમના જીવનમાં રહે છે. આ સંબંધમાં હવામાં કિલ્લા બાંધવાનો પ્રયત્ન કરે છે. તેમની ઉદારતા અને બીજાની સંભાળ લેવાના સ્વભાવને કારણે તેઓ ઘણાં મિત્રો બનાવી શકે છે. ધન જાતકો શક્તિથી છલકાતા હોય છે સામે મીન જાતકો બિલકુલ પ્રતિકાર ન કરી શકે તેવા તેમજ વધારે પડતા મુંઝાયેલા અને દ્વિધામાં અટવાયેલા હોય છે. તેમની વચ્ચે સુસંગતતા એટલી ખરાબ નથી. તેમણે ફક્ત માર્ગમાં આવતી કેટલીક સમસ્યાઓને પરસ્પર સમજણ દ્વારા દૂર કરવાની જરૂર છે.

ધન પુરુષ અને મીન સ્ત્રી વચ્ચે સુસંગતતા
ધન પુરુષ જાતક તેના સંબંધમાં પ્રામાણિક અને ભરોસાપાત્ર નથી હોતો. આથી મીન રાશિની સ્ત્રીને ક્યારેક પુરુષ પર શંકા ઊભી થાય છે. સ્ત્રી તેમના સંબંધમાં વધારે પડતો માલિકીભાવ ધરાવે છે, ત્યારે પુરુષને પોતે નોકર હોવાનો લાગણી અનુભવાય છે. મોટી સમસ્યાઓનું સ્વરૂપ લેનારી કેટલીક નજીવી બાબતોને ઓછી કરવામાં આવે તો તેમના સંબંધમાં સારી સુસંગતતા જળવાઇ શકે છે. તેમની વચ્ચે શારીરિક સુસંગતતા ઘણી સારી હોય છે.

ધન સ્ત્રી અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધ ટકાવી રાખવા માટે તેમને ઘણી ધીરજની જરૂર પડે છે. ધન રાશિની સ્ત્રી પુરુષને હૂંફ આપી શકતી નથી જેની પુરુષને ખૂબ જ જરૂર હોય છે. સામે પક્ષે, પુરુષ તેને બાંધીને રાખે છે અને સ્ત્રીને જોઇતી સ્વતંત્રતા આપતો નથી. સ્ત્રી આ પુરુષના અંતર્મુખી સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરશે પણ તે પુરુષની દુઃખતી રગ પર હાથ મુકી દે જેથી તેમના સંબંધમાં હંમેશા માટે તિરાડ પડી જાય તેવી પણ શક્યતા છે. તેમનો સંબંધ સારી રીતે નભી શકે તે માટે તેમણે બંનેએ ઘણું જતું કરવાની જરૂર પડશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિક બાબતોમાં આ સપ્તાહે તમે સક્રિય રહેશો પરંતુ ખાસ કરીને શેરબજાર, કોમોડિટી, ટ્રેડિંગ કે ટુંકાગાળાના લે-વેચ સંબંધિત કામકાજમાં જોડાયેલા જાતકોને વિશેષ તકેદારી રાખવી. કોઈપણ નિર્ણય લેવામાં અવિચારી ઉતાવળ ના કરવી. સરકારી…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના સંબંધો યથાવત સ્થિતિમાં રહેશે. દૂરના અંતરે તમારા પ્રિયપાત્ર વસતા હશે તો બહેતર કમ્યુનિકેશન દ્વારા તમારા વિચારોમાં તમે સામ્યતા લાવી શકશો પરંતુ વિવાહિતોને અત્યારે સંબંધોમાં પોતાના સાથીને વધુ અવકાશ આપવો પડે….

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહની શરૂઆતમાં આપ સારી એવી આર્થિક કમાણી કરી શકશો. આપના કોઈ અટકેલા કામ હવે પાર પડવાથી નાણાં છુટા થાય. જુની ઉઘરાણી કે બિલ બાકી હોય તેવા વ્યાપારીઓને પણ પૈસા છુટા થતા આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. હાલમાં સરકારી અને કાયદાકીય…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપ વિદ્યાભ્યાસમાં ઈચ્છિત સફળતા મેળવવા માટે એક નક્કર આયોજન સાથે આગળ વધશો. આપ સપ્તાહના મધ્યમાં કોઈ ચોક્કસ વિષયને સમજવા માટે તેમાં ઊંડા ઉતરશો. યાદશક્તિ કે એકાગ્રતાની થોડી ફરિયાદ રહે પરંતુ નિયમિત મેડિટેશનથી લાભ થશે….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપનું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઈ રહેશે પરંતુ ખાસ કરીને જેમને સાંધાની કે પગની પીડા, સાઈટિકાની સમસ્યા છે, તેમજ હૃદયના ધબકારાની અનિયમિતતા, આંખોમાં બળતરા અને બ્લડપ્રેશરની સમસ્યા તેમજ કમરમાં દુખાવો હોય તેમને વિશેષ…

નિયતસમયનું ફળકથન