For Personal Problems! Talk To Astrologer

ધન જાતકોનો સ્વભાવ

ધન જાતકોનો સ્વભાવ

ધન રાશિના જાતકો વધારે પડતા આશાવાદી હોવાથી સતત તેમનું લક્ષ્ય વધુ ને વધુ ઊંચાઈ તરફ રાખે છે.
ધન રાશિના જાતકો હંમેશા જીવનના ઉજળા પાસાને જુએ છે. બીજાની લાગણી દુભાય તે પહેલા જ આપના મનમાં શું છે તે અંગે આપ ખુલાસો કરી દેતા હોવાથી આપનો વાંક આપ પ્રમાણિકતાથી સ્વીકારો છો. ધન રાશિના જાતકો સવારીના ખૂબ શોખીન હોય છે તેમ જ બહાર ફરવાનું અને લાંબા અંતરની મુસાફરી કરવી તેમને ખૂબ ગમે છે. આપ હંમેશા જ્ઞાન અને ચતુરાઈની વાતો જાણવા ઈચ્છુક રહો છો. આપ જ્યારે આનંદ અને નવરાશના મૂડમાં હોવ છો ત્યારે લોકોને આપનો સંગાથ ઘણો ગમે છે. જો કે તમને જ્યારે માલુમ પડે કે આપની પાંખો કાપી નાખવામાં આવી છે એટલે કે આપની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી છે ત્યારે આપ ઘણા હઠીલા બની જાવ છો. એમ છતાં કોઈપણ નિયંત્રણો તમને હતાશ કરી શકતા નથી. આપની પ્રેરણા જ આપને સફળતાના માર્ગ તરફ દોરી જાય છે.
સ્વામી ગ્રહઃ ગુરુ
સૌરમંડળમાં ગુરુ સૂર્યથી પાંચમાં ક્રમનો અને સૌથી મોટો ગ્રહ છે. તે વિસ્તારવાદી પ્રવૃત્તિ નો નિર્દેશ કરે છે. આ ગ્રહ વધુ મોટું, વધારે સારૂં અને કંઈક વિશેષનો દ્યોતક છે. જો કે એ સાચું જ કહ્યું છે કે કોઈપણ બાબતમાં અતિશયોક્તિ સારી નથી તેથી તે જરૂરી નથી કે વધુ હોય તે સારું જ હોય.. ગુરુનો ગ્રહ વધુ ખર્ચા કે નિરંકુશતા માટે પ્રોત્સાહિત કરે છે. આ ગ્રહ વિપુલ દર્શક કાચની જેમ નાની તકોને વિશાળ સ્વરૂપે દર્શાવે છે. ધન રાશિના સ્વામી તરીકે ગુરુ જીવનમાં જે કોઈપણ તક મળે તેનો ઉપયોગ કરી લેવા તેમ જ જીવનમાં જે પરિસ્થિતિ આવે તેને એક સાહસ તરીકે ગણીને જીવી લેવાનું પ્રોત્સાહન આપે છે. તેમજ આપણા કરતા જે બહેતર છે તેને માનવા કે સ્વીકારી લેવા માટે પણ પ્રોત્સાહિત કરે છે .
નવમો ભાવઃ યાત્રા-પ્રવાસ
કુંડળીમાં જેમ ત્રીજા ભાવને ટૂંકી મુસાફરીનો ભાવ ગણવામાં આવે છે તે જ રીતે તેની સામેના નવમા ભાવને લાંબા અંતરની મુસાફરીનો ભાવ ગણવામાં આવે છે. આ ભાવ લાંબા અંતરના પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ અને જેમાં ભવિષ્ય છુપાયેલું છે તેવા સંભાવ્ય સાહસો સાથે સંબંધ ધરાવે છે.
ધન રાશિનું તત્વઃ અગ્નિ
અગ્નિ પ્રકાશ અને ઉર્જા આપવાનું કામ કરે છે. પરંતુ જો તેના તાપમાં કોઈ ખોરાક રાંધે તો તેની ઉર્જા ઘટી નથી જતી. જેમ અગ્નિ તત્વ ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનમાં જેટલું ઈંધણ પ્રાપ્ય હોય તે પ્રમાણે પ્રજ્વલિત રહે છે તે જ રીતે આ રાશિના જાતકો પણ વર્તમાનમાં જીવવાનું પસંદ કરે છે. આ કારણે જ ધન રાશિના જાતકો તેમની અંતઃ સ્ફુરણા અને આત્માના અવાજ પર સફળતાપૂર્વક વિશ્વાસ મૂકી શકે છે. ધન રાશિનું અગ્નિ તત્વ દઝાડનારું નહીં પરંતુ ઉષ્મા આપનારું છે. તે દૂરથી મળતા પ્રકાશ સમાન છે જે આપણને ચોક્કસ દિશામાં આપણે શા માટે જઈ રહ્યા છીએ તે અંગે ચેતવણી આપે છે. આ તત્વ વાસ્તવમાં એ પ્રેરણાનો અગ્નિ છે જેની ગરમી કોઈપણ કપરા સંજોગોમાંથી હિંમતપૂર્વક બહાર આવવા માટે આપણા મનને પ્રોત્સાહિત કરે છે.
ધન રાશિના જાતકોની શક્તિઃ
હંમેશ માટે આપનો પૉઝિટીવ અને આશાવાદી અભિગમ એ આપની શક્તિ છે.
ધન રાશિના જાતકોની નબળાઈઃ
કપરાં સંજોગોમાં શાહમૃગી વૃત્તિ અપનાવી મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે તેના પ્રતિ દુર્લક્ષ્ય સેવવું એ આપની નબળાઈ છે.
 

ધન સાપ્તાહિક ફળકથન – 28-06-2020 – 04-07-2020

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર