For Personal Problems! Talk To Astrologer

ધન માસિક ફળકથન

આ મહિનો (Jan 2020)

આ સમયમાં કોઇપણ મોટો નિર્ણય લેતા પહેલા વિચાર કરીને જ આગળ વધજો કારણ કે ગયા મહિનાના છેલ્લા સપ્તાહમાં તમે ઘણા મોરચે, ઘણા પ્રકારના ચડાવઉતાર અને આકસ્મિક સ્થિતિઓ જોઇ હશે. આવી સ્થિતિમાં તમારી બેદરકારી મોટી મુશ્કેલી સર્જી શકે છે. બેધ્‍યાન થઇને કે આગળનું વિચાર્યા વગરનો નિર્ણય ભવિષ્ય માટે હાનિકારક હોઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી પરિવાર, પ્રોફેશનલ મોરચે અથવા પ્રિયપાત્ર સાથે સંઘર્ષ અને ટકરાવને ટાળવા. બીજા સપ્તાહ પછી આપના જીવનમાં સકારાત્મકતા આવશે. તમે નવી દિશા અને નવા વિચાર સાથે આગળ વધવાનો પ્રયાસ કરશો. આપના જીવનસાથીનો સપોર્ટ આપને નવી શક્તિ અને પ્રેરણા આપશે. આપ જીવનશૈલી અને રોજિંદા જીવનક્રમને સુધારવા માટે કોશિશ કરશો. આપ અભ્‍યાસ કરતા હોવ તો આ બાબતે કોઇ ચર્ચા થાય અથવા તમે જ્ઞાનગોષ્ટિમાં ભાગ લઇને તમારું નોલેજ વધારો તોવી શક્યતા છે. શેરબજાર કે લોટરી રમતા વ્‍યક્તિઓએ ખોટા સાહસ ન કરવા. સંયુક્ત કરારોમાં અત્યારે દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવું. ઉત્તરાર્ધમાં પૈતૃક મિલકતોથી આર્થિક ફાયદો થવાની શક્યતા વધશે. આ મહિને પહેલા સપ્તાહમાં સ્વાસ્થ્યની થોડી તકલીફો બાદ એકંદરે સારી રીતે સમય પસાર કરો પરંતુ ખાસ કરીને કામ અથવા ડ્રાઇવિંગમાં અતિ ઉતાવળ રાખવી નહીં અન્યથા અક્સ્માતનો ભોગ બનતા વાર નહીં લાગે.

વધુ જાણો ધન

Free Horoscope Reports 

ધન સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

ધન વાર્ષિક ફળકથન – 2020

ધન સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર