For Personal Problems! Talk To Astrologer

ધન – સિંહ સુસંગતતા

ધન અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

ધન અને સિંહ જાતકો વચ્ચેનો સંબંધ રોમેન્ટિક હોય છે. તેઓ પરસ્પર ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે. સિંહ જાતકોનો માલિકીભાવ ધન જાતકોને તેમની સ્વતંત્રતા ન માણવા દે તેવુ બની શકે છે. આ બંને રાશિના જાતકો સ્વતંત્રતા, સાહસ અને નવા નવા લોકોને મળવામાં આનંદ અનુભવતા હોવાથી તેઓ બંને મળીને ખૂબ આકર્ષક યુગલ બને છે. કોઇકવાર ધન જાતકોનો રંગીન સ્વભાવ સિંહ જાતકમાં ઇર્ષાની લાગણી જન્માવે છે, પરિણામે બંને વચ્ચેના સુમેળમાં નજીવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

ધન પુરુષ અને સિંહ મહિલા વચ્ચે સુસંગતતા
શારીરિક દ્રષ્ટિએ બંને વચ્ચેનો તાલમેલ બહુ સારો રહે છે. બંને જણાંને મોજ મજા કરવી અને જીંદગીને સંપૂર્ણ રીતે માણવી ગમે છે. ધન પુરુષ જાતકના દિલફેંક સ્વભાવને જોતાં સિંહ મહિલા જાતકે સાવધાન રહેવું પડે છે અને પુરુષ પર નજર રાખવી પડે છે. ધન પુરુષ જાતક અને સિંહ મહિલા જાતક બંનેમાં પ્રેમ અંગેની ઉત્કટતા અને રૂચિ એક સરખી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ રહે છે. આ સંબંધમાં ચોક્કસ ઉણપોને બાદ કરતાં સામાન્ય રીતે બંને વચ્ચે ખૂબ સારો સુમેળ રહે છે.

ધન મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા
તેઓ બંનેના સ્વભાવમાં ઘણી સામાન્ય લાક્ષણિકતાઓને જોતાં તેમનો પ્રેમ સંબંધ સારો રહે અને લાંબો સમય સુધી ટકી શકે. સિંહ પુરુષ જાતક તેમ જ ધન મહિલા બંનેને પ્રસિદ્ધિમાં રહેવું પસંદ છે. રોમેન્ટિક પળોમાં તેમની પરસ્પરની સમજદારી જીંદગીનો ભરપૂર આનંદ ઉઠાવવાની તક પૂરી પાડે છે. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ બંનેના સંબંધ વધુ મજબૂત બનતા જાય છે. આ સંબંધો સાચા અર્થમાં એકબીજાને જીવનસાથી બનાવવા માટે યથાર્થ છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ કાર્યોમાં તમે ભલે દિલ દઈને કામ કરો પરંતુ તેનું ફળ અત્યારે ન મળવાથી મનોમન વસવસો રહેશે. નોકરિયાતોને ઉપરીઓ તરફથી કનડગતની શક્યતા રહેશે. જેનાથી તમારા કામ પર વિપરિત અસર પડે. તમારામાં નવીન વિચારો પરંતુ વાસ્તવિક અમલમાં તે…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ પ્રેમસંબંધો મામલે મધ્યમ જણાય છે. તમારામાં વિજાતીય આકર્ષણ વધારે રહેશે પરંતુ તમે સંબંધોને અનિશ્ચિતતા પણ ખૂબ અનુભવશો. જો સંબંધોમાં તમે સમર્પણની ભાવના વધુ રાખશો તો ઘણો સારો સમય છે. શરૂઆતમાં તમે વાણીના પ્રભાવથી વિજાતીય…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારી આવક મર્યાદિત અને ખર્ચ ઘણા વધુ રહેશે. જો હાથને અંકુશમાં નહીં રાખો તો સપ્તાહના અંતે તમારી જરૂરિયાતો પુરી કરવા માટે પણ મુડી હાથમાં ન હોવાથી બીજા સામે હાથ ફેલાવવો પડશે. આ સપ્તાહે ખાસ કરીને સરકારી અને કાયદાકીય…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો અત્યારે મહેનત કરશે પરંતુ કોઈપણ વિષયમાં ઊંડી સુઝના અભાવના કારણે તમને અપેક્ષા કરતા ઓછુ ફળ મળશે. આ સમય અભ્યાસમાં આગળ વધવાની સાથે સાથે તમારી આવડતનું આકલન કરવા માટે તેમજ તમારી અભ્યાસની શૈલીમાં જરૂરી ફેરફાર કરવા…

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે કારણ કે વર્તમાન સમયમાં ગ્રહોની સ્થિતિ જોતા તમને પીઠમાં દુખાવો, હાડકાની નબળાઈ, હૃદયના ધબકારા સંબંધિત પ્રશ્નો, એલર્જી, પેશાબ સંબંધિત સમસ્યાઓની શક્યતા વધુ છે. મુસાફરી દરમિયાન ઈજાનો ભોગ ન બનો તેનું…

નિયતસમયનું ફળકથન