For Personal Problems! Talk To Astrologer

ધન – મિથુન સુસંગતતા

ધન અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

ધન અને મિથુન રાશિના જાતકો જંપીને બેસી નથી શકતા અને ઘણી દલીલો કરે છે. એક જગ્યા કે એક વ્યક્તિ સાથે વધારે લાંબો સમય કાઢવો તેમના માટે મુશ્કેલ હોય છે. જોકે, ધન જાતકોને કોઇ સામાજીક કાર્યમાં જોડાવું ગમે છે જ્યારે મિથુન જાતકો પાસે તેના માટે સમય કે ઉર્જા નથી હોતા. મિથુન જાતકો જીવન તેમને જે તરફ લઇ જાય તે રીતે જીવે છે જ્યારે ધન જાતકો જીવન વિશે ઘણાં ફિલસૂફ હોય છે. પણ તેમના સંબંધને કોઇ મોટી સમસ્યા નડશે નહી કારણ કે તેઓ ઘણું સમાધાનકારી વલણ ધરાવનારા હોય છે.

ધન પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ યુગલ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે અને અર્થસૂચક વાતચીતમાં જોડાવાનુ પસંદ કરે છે. બંને બહિર્મુખી સ્વભાવ અને જીવનમાં મજાક મસ્તીનું વલણ ધરાવે છે. સ્ત્રીના રંગીન મિજાજને કારણે પુરુષ અસુરક્ષા અનુભવી શકે છે. તેઓ સંબંધમાં અભિવ્યક્તિ કરી શકતા નથી તેથી સમસ્યાઓ ઊભી થાય છે. સ્ત્રીના દિમાગમાં ઘણાં સપનાઓ અને દિશાઓ હોય છે જે પુરુષ સારી રીતે પૂરા કરી શકે છે. તેમની વચ્ચે સુસંગતતા બંને પક્ષના સમાધાન દ્વારા લાંબો સમય ચાલી શકે છે.

ધન સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચે સુસંગતતા
આ બંને જાતકો જૂથપ્રિય, બહિર્મુખી અને સ્વતંત્રતાનો જુસ્સો ધરાવતા હોવાથી શરૂઆતમાં તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તેમને નવા સ્થળોની મુલાકાત લેવાનું ગમે છે. તેમની વચ્ચે શારીરિક એકરૂપતા ઘણી સારી હોય છે. પરંતુ પુરુષના જીવન પ્રત્યેના બુદ્ધિભર્યા દ્રષ્ટિકોણ અને સ્ત્રીની ઉષ્માભર્યા ઘર માટેની તીવ્ર ઇચ્છાને કારણે તેમની વચ્ચે સમસ્યાઓ ઊભી થાય છે. ખરાબ મૂડને કારણે તેઓ એકબીજાની ટીકા કરે છે અને ગુસ્સે પણ થાય છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ પૂર્વાર્ધના તબક્કામાં ઉત્તમ પરફોર્મન્સ દ્વારા તેમની બઢતી માટે માર્ગ મોકળો કરી શકશે. સજાવટ, સૌંદર્યપ્રસાધનો, બ્યુટીને લગતી સારવાર અથવા ઉપકરણો, કન્સલ્ટન્સી વગેરે વ્યવસાયમાં તમારી પ્રગતિ થશે અને આ…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધોમાં મગ્ન રહેશો. જેઓ કોઈની સાથે પ્રણયમાં નથી તેઓ પણ નવા સંબંધોની શરૂઆત કરવા માટે તત્પર રહેશે. તમારી રોમાન્સની લાગણી અને ચહેરા પર વધેલું તેજ વિજાતીય પાત્રોને તમારી સમક્ષ ખેંચી લાવશે. પ્રેમનો…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી પાસે નાણાંનો સ્ત્રોત અત્યારે ધીમી ગતિ આવશે જેથી ખર્ચ માટે પણ અગાઉથી આયોજન કરવું પડશે. આ સમયમાં પૈતૃક મિલકતોથી થતા લાભોમાં પૂર્ણ સફળતા નહીં મળે. સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઇ શકે છે. એવું કોઇ કામ ના કરવું જેનાથી તમારી…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતથી જ અભ્યાસમાં પરોવાયેલા અને કારકિર્દી બાબતે ગંભીર અને ઉત્સુક રહેશે પરંતુ તમારો ઉત્સાહ ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લેવા માટે પ્રેરી શકે છે માટે ભાવિ અભ્યાસ અંગેના નિર્ણય લેવામાં થોડી શાંતિ રાખવી….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. પરંતુ સપ્તાહના મધ્યમાં ભોજનની અતિશયોક્તિ ટાળવી. કદાચ કોઈ જુના ટેન્શનના કારણે ઉંઘની સમસ્યા થાય પરંતુ ઝડપથી ઉકેલ લાવીને તમે ફરી નિરાંત અનુભવશો. જેમને ખભાના સ્નાયુઓમાં…

નિયતસમયનું ફળકથન