For Personal Problems! Talk To Astrologer

ધન વિસ્તૃત સમજ

ધન રાશિ વિશે વિસ્તૃત સમજ

ધન રાશિ હાથમાં ધનુષ્ય પર બાણ ચડાવેલા પુરુષના મોં પાછળ અશ્વ જેવું શરીર ધરાવતા રાશિ ચિહ્ન વાળી છે.કાળપુરુષની જાંઘના ભાગ પર આ રાશિનું પ્રભુત્વ છે. હાથીઓના જંગલો, તબેલો, શસ્ત્રાગાર, યુદ્ધના વાહનો જેવા સ્થળો ધન રાશિનું નિવાસસ્થાન છે.

રાશિ ચક્રની નવમી રાશિ ધન, સતત ભટકતી રહેતી રાશિ છે. આ કારણે ધન જાતકો સત્યની શોધમાં હોય છે તેથી મુસાફરી, મનમાં ઉદભવતા પ્રશ્નોના અન્યો સાથે વાતચીત કરીને જવાબ મેળવવાનો રસ્તો તેમના માટે શ્રેષ્ઠ રહે છે. જીવન પ્રત્યે તેમના વિશાળ અભિગમને વધુ વિસ્તારવામાં તેમનું જ્ઞાન મુખ્ય ભૂમિકા ભજવે છે. મોજમસ્તી અને બેફીકરાઈથી જીવન જીવતા ધન જાતકો તેમના જીવનની દરેક ક્ષણને સંપૂર્ણપણે માણે છે.

ધન જાતકો ખૂબ જ સારા તત્વજ્ઞાનીઓ અને ધાર્મિક વૃત્તિના હોય છે, અને તેમને જીવનનો અર્થ શોધવાની ઘણી ઈચ્છા હોય છે. જો કે આ જ્ઞાન તેઓ ગમ્મત સાથે મેળવે તો તેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી હોતું. આ રાશિનું ચિહ્મ જર્મન દંતકથા પ્રમાણે પ્રાચીન અશ્વમાનવનું પ્રતીક છે.તેઓ સ્પષ્ટ વિચારક હોય છે અને તેમના વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે કોઈ સહમત થાય ત્યારે તેઓ ઘણા ખુશ રહે છે. તેઓ જડ ન હોવા છતાં પોતાની વાત સાચી ઠેરવવા માટે ઘણા દલીલબાજ અને મક્કમ તો હોય જ છે. અન્ય લોકો શું કહેવા માંગે છે તે આ જાતકો સાંભળે છે એટલે ખૂબ જ સારા શ્રોતા પણ હોય છે માટે પોતાના જ્ઞાનમાં વૃધ્ધિ કરવા માટે તેઓ જરૂરી હોય તેવી તમામ માહિતી એકઠી કરે છે. પોતાની દુનિયામાં ઊંડા ઊતરીને નિરીક્ષણ કરવા માટે તેમને ખૂબ જ અવકાશની જરૂર પડે છે પરંતુ તેમને તેઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા છે તેવું લાગે તો ધીરજ ગુમાવી દે છે અને ન સમજાય તેવું વર્તન કરે છે.

પાર્ટીમાં તેઓ સૌથી પહેલા આવે છે અને સૌથી છેલ્લા જાય છે. તેમને આનંદ કરવો અતિશય ગમે છે અને જ્યાં પણ જાય ત્યાં ઘરની જેમ અડ્ડો જમાવી દેતા હોય છે. પ્રવાસમાં હોય ત્યારે તેઓ માત્ર તે સ્થળને જોઈને જ નથી આવતા, પરંતુ તેઓ જે સ્થળની મુલાકાત લે તે પ્રદેશની સંસ્કૃતિ અને લોકો વિશે પણ કંઈક શીખે છે. ચતુર અને જ્ઞાન પિપાસુ, હિંમતવાન, આકર્ષક અને જુસ્સાવાન, આશાવાદી, સરળ, ન્યાય અને સત્યની ખૂબ જ સારી સૂઝ ધરાવતા મોટાભાગના આ જાતકો બોલવામાં આખા હોય છે અને કોઈપણ વાત મોઢા પર જ પરખાવી દે છે. કોઈપણ જવાબ આપવા ન બંધાયેલા આ બિન્દાસ જાતકો, નવા નવા સાહસો સંભાળીને તેમ જ નવા સંબંધો અને દેશોનો પ્રવાસ ખેડીને વધુને વધુ શક્તિશાળી બને છે.

ચાલવામાં અને વાતો કરવામાં ધન જાતકોને પહોંચી વળવું ઘણું મુશ્કેલ છે. તેમને શારીરિક કે માનસિક રીતે બંધિયાર સ્થિતિ કે બંધનમાં રહેવાનું સહેજ પણ પસંદ નથી. પ્રામાણિક હોવા છતાં, સહેજ કૂટનીતિવાળા આ જાતકો, ઘણા આશાવાદી હોય છે અને પડકારો ઝીલવાનું તેમને ખૂબ જ ગમે છે. ઉપરાંત તેઓ એટલા તરવરીયા હોય છે કે એક જગ્યાએ બેસી રહેવું તેમના માટે અઘરૂં હોય છે. તેઓ પોતાને બૌદ્ધિક વ્યક્તિ કરતા રમતવીર વધુ માનતા હોવા છતાં, તેમને વાંચન, લેખન અને નવા નવા વિષયો શોધવાની અને નવું શીખવાની વૃત્તિ તેમને સારા વિદ્વાન પણ બનાવે છે. બિનરૂઢિવાદી હોવા છતાં તેઓ લોકપ્રિય હોય છે અને મિત્રો પ્રત્યે વફાદાર પણ હોય છે. કેટલાક લોકો વગદાર વ્યક્તિનો ટેકો પણ મેળવી શકે છે. ઉત્સાહના અતિરેકમાં ઘણીવાર તેઓ બેબાકળા બની જતા હોય છે અને ઢોળફોડ કરી બેસતા હોય છે. કેટલીક વખત અસુરક્ષિત અને મિજાજી લાગતા આ જાતકો નિર્ણયો અને અભિપ્રાયો પર પણ શંકા વ્યક્ત કરતા હોય છે.

મોટાભાગના ધન જાતકો બહાર ફરવાના વ્યવસાયમાં વધુ સફળતા મેળવે છે. તેઓ શિક્ષક, વકીલ, રાજનેતા, બિઝનેસમેન અને બેંકર તરીકે પણ સફળ થાય છે. સદભાગ્ય, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનો કારક ગુરુ ધન રાશિનો સ્વામી છે માટે તેઓ જીવનમાં વહેલા કે મોડા આ બધું જ મેળવી શકે છે. નાની ઉમરે આગળ વધવાની તેમની ધગશના કારણે તેઓ સફળતા મેળવે છે. જો કે તેઓ પોતાની ભૂલોમાંથી બોધપાઠ શીખે છે અને ભલે તેઓ આર્થિક રીતે સદ્ધર હોય પરંતુ જમીન કે સ્થાયી સંપત્તિ ખરીદવાની ઝંખના તેમને ભાગ્યે જ થાય છે.

દેવગુરુ બૃહસ્પતિ આ રાશિનો સ્વામી હોવાથી ધન જાતકો શાહી કુળના વંશજો હોય છે. તેથી તેઓ ઉદાર અને ન્યાયી હોય છે, તેમ જ એક ઉમદા નેતાની જેમ વર્તે છે. તેમના વિચારો અને વર્તન ભદ્ર હોય છે.તેઓ હંમેશા જ્ઞાન અને સમજદારીની શોધમાં હોય છે અને પોતાના મંતવ્યો અડગ આશાવાદ પર આધારિત હોવાથી તેઓ મોટાભાગે ભાગ્યશાળી પુરવાર થાય છે.

ધન જાતકો જો કે થોડા ઢીલાશથી કામ કરવાવાળા અને નિજાનંદમાં મસ્ત રહેનારા હોય છે કારણ કે તેમનો આનંદી અરને મળાવતડો સ્વભાવ તેમના દરેક કાર્યો સરળ બનાવી દે છે. તેઓ જીવન હોય કે સંબંધો પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી ફરતા રહે છે અને અને ક્યારેય પાછું વળીને નથી જોતા. ધન જાતકો ફરવાના શોખીન અને ઉત્સાહી હોય છે,પરિણામે તેમની મર્યાદા ઓળંગી જતા હોય છે. તેઓ ઘણું ઝડપથી બોલતા હોવાથી છે ક્યારેક તેમના નિવેદનનું વજન પડતું નથી. ઘણી વખત તેઓ અન્યોની લાગણી દુભાવે છે. જો કે, તેમના શબ્દો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની જાય છે કારણ કે તેઓ જિજ્ઞાસુ, આધ્યાત્મિક તેમજ સત્યમાં માનનારા અને આધુનિક વિચાર ધરાવનારા હોય છે. આનંદ અને મોજમસ્તીની તેમની સૂઝ અને આત્મવિશ્વાસના કારણે તેઓ લોકોને આકર્ષે છે. તેમને સમાજમાં હળવામળવાનું ગમે છે પરંતુ તેઓ ગ્રૂપ બદલતા રહે છે. તેમનો તત્વચિંતક, મુક્ત અને જિજ્ઞાસુ સ્વભાવ તેમની સૌથી મોટી મૂડી છે. આ જાતકો હંમેશા સત્ય અને જ્ઞાનની ઝંખના રાખે છે અને પોતાનું જ્ઞાન અન્યોમાં વહેંચવા માટે પણ તત્પર હોય છે. તેમનો આશાવાદ અને ઉદારતા તેમની આસપાસના માહોલમાં ખુશી ફેલાવે છે.

પ્રેમની બાબતે, ધન જાતકો ઘણા મોજીલા અને પ્રણયચેષ્ટાઓ વ્યક્ત કરવામાં નિપુણ હોય છે, અને હંમેશા તેમાં મોખરે રહે છે. પરંતુ સાચા પ્રેમ અને લાગણીની વાત આવે ત્યારે ધન જાતકો ભાગ્યે જ તેમની લાગણી અને પ્રેમ અભિવ્યક્ત કરે છે. તેઓ ક્યારેય પ્રિયપાત્રને ખોટા લાડ લડાવતા નથી તેમ જ ભેટસોગાદ, ગુલાબ જેવી ચીજો આપતા નથી.તેથી ધન જાતકો પ્રેમમાં ‘ઠંડા’ હોવાનું તેમના પર લેબલ લગાવવામાં આવે છે.જોકે બંજી જંપિંગ, પર્વતારોહણ, ઘોડે સવારી અને વિદેશના સ્થળોની મુલાકાત જેવી કોઈ પણ પ્રવૃત્તિ તેમને અને તેમના પ્રિયપાત્રને ઉત્સાહિત કરે છે. ધન જાતકો માટે ધન ઉપરાંત મેષ અને સિંહ રાશિના જાતકો આદર્શ જીવનસાથી પુરવાર થઈ શકે છે.

ધન સાપ્તાહિક ફળકથન – 28-06-2020 – 04-07-2020

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : ધન | નામનો અર્થ : ધન | પ્રકાર : અગ્નિ-ચંચળ-સકારાત્મક | સ્વામી ગ્રહ : ગુરુ | ભાગ્યશાળી રંગ : આછો જાંબલી, જાંબલી, લાલ, ગુલાબી | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર