For Personal Problems! Talk To Astrologer

ધન – કર્ક સુસંગતતા

ધન અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા

ધન જાતકો ઘણાં સરળ, સીધા અને તેજસ્વી હોય છે. કર્ક જાતકો નરમ હ્રદયના અને સહાનુભૂતિ ધરાવનારા હોય છે. ધન જાતકો ઘણાં કઠોર હોય છે અને કર્ક જાતકોની લાગણીઓને સમજી શકતા નથી. તે કર્ક જાતકોને પોતાની સારી વિનોદવૃત્તિ અને સોહાર્દતાને કારણે આરામ અને સુખ આપશે પણ કર્ક જાતકોનો વારંવાર બદલાતો મૂડ સમજી નહીં શકે. ધન જાતકોને બહાર ફરવું ઘણું ગમે છે જે ઘરે રહેવાનું પસંદ કરતા કર્ક જાતકોથી તદ્દન વિરૂદ્ધ છે. આંતરિક સમજણ દ્વારા તેમની વચ્ચે નાના-મોટા ઝગડા ઉકેલી શકાશે.

ધન પુરુષ અને કર્ક સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધ સુખી યુગલ બનાવવાની દરેક સંભાવનાઓ ધરાવે છે. પણ, તેમ કરવા માટે તેમણે બંનેએ સારા પ્રયત્નો કરવા પડે છે. પુરુષે થોડા જવાબદાર બનવાનું શીખવું પડે છે અને તેના પરિવારને તથા ઘરને પ્રેમ કરતા શીખવું પડે છે. બીજી તરફ, કર્ક રાશિની સ્ત્રીએ ઘણીવાર થોડા સાહસિક બનતા શીખવું પડશે અને પોતાની જાતને ધન પુરુષ જાતકને ગમે તેવી પ્રવૃત્તિઓમાં પરોવવી પડશે. આ ઘણું સારૂં યુગલ ન હોવા છતાં જો કોઇ એક નિષ્ઠાવાન હોય તો આ સંબંધ જળવાઇ શકે છે.

ધન સ્ત્રી અને કર્ક પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધ ઓછો જોવા મળે છે પણ તે અશક્ય નથી. આંતરિક મતભેદો દૂર કરીને તેઓ એકબીજાની પ્રશંસા કરી શકે છે. જો પુરુષ સ્ત્રીને ખુશી મળે તેવા કામ કરે અને બદલામાં સ્ત્રી પુરુષ જાતક અને તેના પરિવાર પ્રત્યે પ્રેમ અને લાગણી દર્શાવે તો આ યુગલ દરેક પ્રકારની સમસ્યાઓને ટાળી શકે છે અને સાથે મળીને સફળ જીવન વિતાવી શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ પૂર્વાર્ધના તબક્કામાં ઉત્તમ પરફોર્મન્સ દ્વારા તેમની બઢતી માટે માર્ગ મોકળો કરી શકશે. સજાવટ, સૌંદર્યપ્રસાધનો, બ્યુટીને લગતી સારવાર અથવા ઉપકરણો, કન્સલ્ટન્સી વગેરે વ્યવસાયમાં તમારી પ્રગતિ થશે અને આ…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રેમસંબંધોમાં મગ્ન રહેશો. જેઓ કોઈની સાથે પ્રણયમાં નથી તેઓ પણ નવા સંબંધોની શરૂઆત કરવા માટે તત્પર રહેશે. તમારી રોમાન્સની લાગણી અને ચહેરા પર વધેલું તેજ વિજાતીય પાત્રોને તમારી સમક્ષ ખેંચી લાવશે. પ્રેમનો…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારી પાસે નાણાંનો સ્ત્રોત અત્યારે ધીમી ગતિ આવશે જેથી ખર્ચ માટે પણ અગાઉથી આયોજન કરવું પડશે. આ સમયમાં પૈતૃક મિલકતોથી થતા લાભોમાં પૂર્ણ સફળતા નહીં મળે. સરકારી અથવા કાયદાકીય ખર્ચ થઇ શકે છે. એવું કોઇ કામ ના કરવું જેનાથી તમારી…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતથી જ અભ્યાસમાં પરોવાયેલા અને કારકિર્દી બાબતે ગંભીર અને ઉત્સુક રહેશે પરંતુ તમારો ઉત્સાહ ક્યાંક ઉતાવળિયા નિર્ણયો લેવા માટે પ્રેરી શકે છે માટે ભાવિ અભ્યાસ અંગેના નિર્ણય લેવામાં થોડી શાંતિ રાખવી….

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. પરંતુ સપ્તાહના મધ્યમાં ભોજનની અતિશયોક્તિ ટાળવી. કદાચ કોઈ જુના ટેન્શનના કારણે ઉંઘની સમસ્યા થાય પરંતુ ઝડપથી ઉકેલ લાવીને તમે ફરી નિરાંત અનુભવશો. જેમને ખભાના સ્નાયુઓમાં…

નિયતસમયનું ફળકથન