For Personal Problems! Talk To Astrologer

ધન – મેષ સુસંગતતા

ધન અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા

મેષ અને ધન રાશિ ઘણી સારી જોડી બનાવે છે. તેમના સંબંધમાં ઘણો જુસ્સો, ઉત્સાહ અને ઉર્જા હોય છે. ઘણાં સારા લક્ષણો તેમના સંબંધને ઊંડો અને વધુ મજબૂત બનાવે છે. મેષ અને ધન રાશિના જાતક એકબીજાની કંપનીને માણે છે અને સંબંધ જેમ વિકાસ પામતો જાય તેમ તેમનું ઉર્જાનું સ્તર વધતું જાય છે. મુશ્કેલીઓ અને નિષ્ફળતા સામે લડવામાં બંને એકબીજાને મદદ કરે છે. તેઓ સાહસથી ભરપૂર જીવન માણશે. ગણેશજીની સલાહ છે કે તેમણે બંનેએ એકબીજાને અવકાશ અને સ્વતંત્રતા આપવી જોઇએ.

ધન પુરુષ અને મેષ સ્ત્રી વચ્ચે સુસંગતતા
મેષ રાશિના પુરુષની જેમ આ રાશિની સ્ત્રી પણ સારી વિનોદવૃત્તિ ધરાવે છે અને જીવનને વધુ ઉત્તેજક બનાવવા માટે હંમેશા નવા રસ્તા કે વિચારો શોધતી રહે છે. જો ધન રાશિના પુરુષને જીવનસાથી તરીકે મેષ રાશિની સ્ત્રી મળી જાય તો તેમનું જીવન આનંદથી ભરપૂર બની જશે. ધન રાશિનો પુરુષ ઘણો મનમોજી હોય છે અને મેષ રાશિની સ્ત્રીને પુરુષની હાજરજવાબી ગમતી હોય છે. પણ ગણેશજી મેષ રાશિની સ્ત્રીને ચેતવે છે કે ધન રાશિનો પુરુષ ઘણો પ્રામાણિક હોય છે અને ખોટું સહન નથી કરતો તેમજ સામે કહી નાખતા પણ વિચાર નથી કરતો. આ બાબતને બાદ કરતા સાથે જીવન ગાળવામાં તેમને ભાગ્યે જ કોઇ સમસ્યા નડશે.

ધન સ્ત્રી અને મેષ પુરુષ વચ્ચે સુસંગતતા
મેષ રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચેનો સંબંધ સાચો અને સ્વર્ગમાં રચાયેલો હોય છે. તેઓ એકબીજા સાથે અદ્ભુત સુસંગતતા ધરાવે છે અને તેમની વચ્ચેના શારીરિક સંબંધો ઘણાં ગાઢ હોય છે. મેષ રાશિના પુરુષને મોજમસ્તી ગમે છે અને તે સારી વિનોદવૃત્તિ ધરાવે છે. આકર્ષક અને આનંદી સ્વભાવ દ્વારા મેષ રાશિનો પુરુષ તેના સાથીને હંમેશા ખુશ રાખે છે અને તેની સાથીદાર જીવનને સંપૂર્ણરીતે માણી શકે છે. મેષ રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રીને સાહસ તથા ઉત્સાહ ગમે છે અને તે તેમના પ્રેમને વધુ તીવ્ર અને લાંબો સમય ચાલનારો બનાવે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
જળ તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

ધન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતો માટે અત્યારે તકનો લાભ લઇ લેવા જેવો સમય છે. ઉપરીઓની કૃપાથી તમે સારું પરફોર્મન્સ કરશો અને તેમાં પણ બૌદ્ધિક પ્રતિભા ઉત્તમ રહેવાથી તમે અનેક નવીન વિચારો સાથે પોતાના પ્રોજેક્ટ્સ પાર પાડી શકશો. વ્યવસાય કરતા જાતકોને કામ…

ધન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

વિજાતીય પાત્રો માટે અત્યારે તમારા દિલમાં વિશેષ લાગણી રહેશે અને રોમાન્સમાં ડુબકી લગાવવા ઇચ્છુક રહેશો પરંતુ સાથે તમારો ગુસ્સો અથવા આક્રમક વલણ તમારી વચ્ચે નજીવી બાબતે તણાવનું કારણ બની શકે છે. આ ઉપરાંત પ્રેમની અભિવ્યક્તિમાં તમે…

ધન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત ખર્ચ સાથે થશે જ્યારે અંતિમ ચરણમાં આવક સારી રહેવાથી તમે જુની ખોટ પુરી કરી શકશો અને સપ્તાહના અંતે તમારા હાથમાં સિલક રહેશે. સપ્તાહના મધ્યમાં ભાગીદારીના કાર્યોમાં કોઈપણ આર્થિક લેવડદેવડની લેખિત નોંધ રાખવાની સલાહ…

ધન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં થોડી મહેનત વધારવાની સલાહ છે. શરૂઆતના ચરણમાં સ્વાસ્થ્યની સમસ્યા અથવા માનસિક બેચેની રહેવાથી તમે અભ્યાસથી બેધ્યાન રહેશો. આ ઉપરાંત મોટાભાગના સમયમાં ઇતરપ્રવૃત્તિઓ અને મનોરંજનમાં તમે વધુ મગ્ન રહેશો…

ધન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત થોડી બેચેની સાથે થશે. કદાચ અનિદ્રાની સમસ્યાના કારણે પણ તમને શરીરમાં પૂરતી સ્ફૂર્તિ નહીં હોય. સપ્તાહના મધ્યમાં હાડકામાં અથવા શારીરિક નબળાઇની ફરિયાદ રહેવાની સંભાવના છે. તમને ચહેરાનું તેજ પણ ઘટી રહ્યું હોય તેવું…

નિયતસમયનું ફળકથન