આ બંને જાતકો સરખા રસ ધરાવતા હોવાથી તેમની વચ્ચે સુસંગતતા સ્વાભાવિક લાગે છે. તેઓ સાહસ અને ઉત્તેજનાની ઘેલછા ધરાવે છે અને તેમને લોકોને હળવુ-મળવુ ગમે છે. આ બંને જાતકો સરળ હોય છે અને જીવન જે રીતે આવે તે રીતે તેને જીવતા હોય છે તેમજ લાગણીઓના આવેગમાં આવીને કામ નથી કરતા. તેમની વચ્ચેની વાતચીત બૌદ્ધિક હોય છે. તેઓ એકબીજાને સ્વતંત્રતા આપે છે, કારણ કે તેમને બંનેને સ્વતંત્ર રહેવું ગમે છે. તેમની પ્રકૃતિમાં જે ભિન્નતા જોવા મળે છે તેના કારણે તેમના સંબંધની સુસંગતતામાં કોઇ મોટો ફેર પડતો નથી.
ધન પુરુષ અને કુંભ સ્ત્રી વચ્ચે સુસંગતતા આ બે વચ્ચેનો મનમેળ હંમેશા એકબીજાને ખુશી આપે તેવો હોય છે. તેઓ એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકે છે. તેઓ જીવનમાં વિવિધ રંગ ધરાવે છે અને એકબીજાની ઇચ્છાઓ પૂરી કરશે. સ્ત્રી બૌદ્ધિક રીતે પુરુષને પ્રોત્સાહિત કરશે અને પુરુષ સ્ત્રીની સર્જનાત્મકતાને વેગ આપવા તેને મદદ કરે છે. તેઓ મૃત્યુ સુધી એકબીજાને પ્રેમ કરશે. તેમને બંનેને જીવનમાં વિવિધતા ગમે છે. તેમની વચ્ચેની વાતચીત બૌદ્ધિક હોય છે.
ધન સ્ત્રી અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા તેઓ એકબીજામાં સાચો પ્રેમ અને ખુશી મેળવી શકે છે. ધન રાશિની સ્ત્રીને પણ પોતાની સ્વતંત્રતા એટલી જ ગમે છે જેટલી કુંભ રાશિના પુરુષને સ્વતંત્રતા ગમે છે. આ પુરુષને દરેક સ્ત્રીમાં કોઇપણ વાતને વળગી રહેવાનું વલણ જ દેખાતુ હોય છે પરંતુ આ સ્ત્રી જાતકોમાં આવું વલણ બિલકુલ જોવા નથી મળતું. આ સંબંધમાં જુસ્સો કે ઉત્તેજના ક્યારેય ઓછા નહીં થાય, પણ તેઓ એકબીજા પર ક્યારેય અવલંબિત નહીં રહે. તેઓ એકબીજાને પ્રેમ કરશે પણ એકબીજાના આધારની જરૂર નહીં અનુભવે. પુરુષનો જીવન પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ સ્ત્રીને એટલો પસંદ હોય છે કે તેઓ સાથે મળીને જીવનને મોજ-મસ્તીથી ભરપૂર બનાવે છે.