For Personal Problems! Talk To Astrologer

રાજનીતિ

ક્યારે તેમજ કયા સમયે શું કરવું અને તેને કઇ રીતથી કરવું તેનું અદ્દભુત કૌશલ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરાવે છે. અે રાત જ્યારે લોકો યુઅેસની મહત્વપૂર્ણ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ટ્રમ્પ અને ક્લિન્ટનઅે અાતુરતાથી અનુસરવામાં તેમજ પરિણામની ઉત્સુક્તા સાથે રાહ જોવામાં વ્યસ્ત હતા ત્યારે મોદીઅે કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરતા ટેલીવિઝન પર રૂ.500 અને રૂ.1000ની નોટ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને લોકોને અંચબામાં મૂકી દીધા હતા અને લાઇમલાઇટમાં અાવી ચૂક્યા હતા. લોકોનું ધ્યાન ચૂંટણીના પરિણામ પરથી હટીને અા સમાચાર પર કેન્દ્રિત થયું હતું અને રાત્રે જ અેટીઅેમની બહાર…

વર્તમાન સમયમાં યુઅેસમાં રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ માટેની ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે અને બન્ને પ્રતિસ્પર્ધી ઉમેદવારો વચ્ચે અા ચૂંટણી કોન્ટેસ્ટ કરતા વધુ રાજનૈતિક યુદ્વ બની ચૂકી છે. હિલેરી બિલ ક્લિન્ટન અને ડોનાલ્ટ ટ્રમ્પ બન્ને ખૂબજ રસપ્રદ વ્યક્તિત્વ ધરાવે છે અને અેકબીજાને ચડિયાતા સાબિત કરવા માટે દરેક શક્ય અેવી યુક્તિઅો અને વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીમાં હાલમાં તો હિલેરીનું પલડું ભારે હોવા છતાં યુઅેસના લોકોમાં હિલેરીની ટોચના નેતા તરીકેની ક્ષમતાને લઇને શંકા જોવા મળી રહી છે.