For Personal Problems! Talk To Astrologer

મીન રાશિ

મીન જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
મીન જાતકો મધ્યમ ઊંચાઈ અને બાંધો ધરાવતા અને ક્યારેક સ્થૂળકાય પણ હોય છે. દૂર દૂરનું જોઈ શકે તેવી મોટી વિસ્ફારિત અને આકર્ષક આંખો મીન જાતકોની આંખની પાંપણો મોટી અને વળેલી હોય છે. પગ સહેજ ત્રાંસા અને સંભવતઃ ક્યારેક અસમાન પણ જોવા મળે છે. મીન જાતકોના ખભા ગોળ હોય છે અને વાળ સુંદર હોય છે. આપનો ચહેરો સામાન્યપણે મોટો હોય તેમ જ હોઠ સહેજ બહારની બાજુએ નીકળેલા હોય. આપના ચહેરાના હાવભાવ સતત બદલાતા રહે છે અને મૂડમાં પણ ઝડપી પરિવર્તન આવે છે. તેમની શારીરિક હિલચાલ અને વર્તનની આસપાસ રહસ્યમય વર્તુળ રચાયેલું આપ જોઈ શકશો જેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. પરંતુ એમની અંદર આપને ભલમનસાઈ અને અનુકંપા નીતરતી જરૂર જોવા મળે છે.

સ્વાસ્થ્યઃ
રાશિ ચક્રની તમામ રાશિના જાતકોમાં મીન રાશિના જાતકો સૌથી નબળો અને નાજુક બાંધો ધરાવે છે . તેમના શરીરનું તંત્ર પણ ખૂબ નબળું હોય છે. પગની પાની અને શ્વસનતંત્ર તેમ જ શરીરમાં રૂધિરાભિસરણની સમસ્યાઓ તેમને પરેશાન કરે છે. લોહીનું ભ્રમણ મંદ ગતિએ થાય છે. નશીલા પદાર્થો કે કેફી પીણાંથી દૂર રહેવાની સલાહ છે.

સૌંદર્ય ટીપ્સઃ
કોઈપણ બાબતને મન પર લઈ લેવાના આપના વલણથી આપના મૂડ પ્રમાણે દેખાવમાં પણ ફેરફારો જોવા મળશે. જેથી એક દિવસ આપ વધુ સુંદર દેખાશો તો બીજા દિવસે સાવ થાકેલા અને નંખાઈ ગયેલા જણાશો. મીન જાતકો બે પ્રકારના હોય છે એક તો દેખાવ બાબતે ઘણા બેધ્યાન કે નિરુત્સાહી હોય છે અને અન્ય મીન જાતકો તેમના પાત્ર કે ભૂમિકાને અનુરૂપ બનવા પ્રયત્નશીલ રહે છે. મીન જાતકોએ ઘેરો મેક-અપ કરવો જોઈએ. આપે હંમેશા મોતી પહેરવા જોઈએ.. ખાસ કરીને આપે પગની વિશેષ સંભાળ લેવી જોઈએ.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
મીન જાતકો જળતત્વના હોવાથી લોહી, મગજ અને લીવર સ્વસ્થ રહે તેવો આહાર તેમણે લેવો જોઈએ. ભોજનમાં ડુંગળી, આખા અનાજની વાનગી, જરદાળુ, લીંબુ, નારંગી, સફરજન, દ્રાક્ષ, પાલખ અને વધારે લેવા જોઈએ. ખાવા પીવાના શોખીન હોવાથી પાર્ટીઓમાં વધારે પડતું ખાઈ પી લે છે,તેથી તેમની આ વૃત્તિને તેમણે ડામવી જોઈએ.

આદતોઃ
મીન જાતકો બિલકુલ અવ્યવસ્થિત, ઢંગધડા વગરના અને શિસ્ત વગરના હોય છે. જેના કારણે મોટી ભૂલો કરનારા અને દિશાહીન હોય છે. આપને શિસ્તના પાઠ શીખવાની જરૂર છે. મીન જાતકોએ સુવ્યવસ્થિત બનવાની અને વ્યવસ્થા સંબંધી કૌશલ્ય કેળવવાની જરૂર છે.શરાબ જેવી આદતો તેમના કૌટુંબિક જીવનને પાયમાલ કરી નાખે છે. તેમના માટે શ્રેષ્ઠ ઉકેલ એ છે કે મનની અસ્થિરતા દૂર કરવા અને એકાગ્રતા લાવવા તેમણે યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

મીન સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મીન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર